પાટણમાં એક વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી 35 લાખનો દંડ વસુલાયો
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાટણ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પકડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પાટણ જિલ્લામાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની સ્પના કરાઈ છે ને તે સંદર્ભે આખા જિલ્લાનું કન્ટ્રોલરૂમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બનાવેલો છે. એક વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકોને ઈ-મેમો ફટકારીને રૂ. 35,38,000નો દુડ વસૂલ કરાયો હતો.
પાટણ જિલ્લામાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ 241 કેમેરા લગાવવામાં આવ્યા છે તથા 38 કેમેરા લગવવાનું કામ ચાલી રહ્યું છે. પાટણ ખાતેના નેત્રમ કમાન્ડ કન્ટ્રોલરૂમ ખાતે એક અધિકારી, 18 પોલીસ કર્મચારીઓ તથા 7 આઉટસોર્સથી એન્જિનિયરો તથા ત્રણ ઓરેન્જ એન્જિનિયરો ફરજ બજાવે છે. નેત્રમ કમાન્ડ દ્વારા કુલ 131 જેટલા ગુનાઓ વર્ષ 2021માં શોધવામાં મદદરૂપ બન્યા છે તેમજ આવનારા દિવસોમાં ફેઝ-ર અંતર્ગત પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને રાધનપુરમાં કુલ 248 કેમેરા લગાડવામાં આવનાર છે.
પાટણ જિલ્લામાં એક વર્ષમાં સીસીટીવી કેમેરા મારફતે કુલ 34774 ઈ-ચલણ જનરેટ કર્યા હતા. જેમાંથી 12104 ચલણોના રૂ. 35,38,000નો દુડ વસૂલ કરાયો છે જયારે હજુ 22670 ચલણના રૂ. 79,24,000નો દંડ હજુ વસૂલવાનો બાકી છે. ઈ-ચલણ દ્વારા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા, ડ્રાઈવિંગ સીટ પર અન્ય વ્યક્તિ, નોન એચએસઆરપી નંબર પ્લેટ, સિટ બેલ્ટ પહેર્યા વિના ડ્રાઈવિંગ કરનારા, ટુ-વ્હીલર ઉપર બેથી વધુ માણસો, રોંગ સાઈડ વ્હીલકર ચલાવતા તથા નો-પાર્કિંગનો ભંગ કરનારા તથા અન્ય પ્રકારના ઈ-ચલણો ઈશ્યુ કરાયા હતા. પાટણ જિલ્લામાં સૌથી વધુ દંડ ટુ વ્હીલર ત્રણ સવારીમાં જતા લોકોને દંડ કરવામાં આવ્યો છે.
(Photo-File)