પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો.
કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં ભાઈની 14માસની દીકરીનું પોટેશનય સાઈનોઈડ આપીને તેની પણ હત્યા કરી હતી. આ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ડબલ હત્યા કેસમાં કિન્નરી પટેલની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. ભદ્ર સમજાની અને ડેન્ટીસ તબીબની ડિગ્રી ધરાવતી કિન્નરી પટેલને આકરી સજાની માંગણી સાથે સરકારી વકીલે સાક્ષીઓ તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. કોર્ટે બંને પક્ષની રજૂઆત બાદ કિન્નરી પટેલને કસુરવાર ઠરાવી હતી. પાટણની સેશન્સ કોર્ટ એ આરોપી કિન્નરી આજીવન છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારી હતી. આરોપી કિન્નરીએ 15 મિનિટ સુધી કોર્ટ રૂમમાં ઉભા રહી જજમેન્ટ એકાગ્ર બની સાંભળ્યુ હતુ.