- પતંજલિને લઈને આઈઆઈએમ એ કર્યો દાવો
- કોરોનિલ દવાનું બરાબર નથી કરાયું પરિક્ષણ
- માછલી પર કરેલું પરિક્ષણ પણ ઠીક નથી કર્યું
દિલ્હીઃ- છેલ્લા થોડા સમયથી બાબારામદેવ અને તેમની પ્રોડક્ટ પતંજલિ પર મુસીબતના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છએ, તેમણે આપેલા એલોપેથીના નિવેદનને લઈને તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનિલની દવાને લઈને પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે, પતંજલિએ ઉત્તરાખંડની નદીઓમાં જોવા મળેલી ઝેબ્રા માછલી પર કોરોનિલનું પરીક્ષણ કર્યું છે. આઇએમએ ઉત્તરાખંડના સેક્રેટરી ડો.અજય ખન્નાએ દાવો કર્યો કે પતંજલિએ પોતે જ પાયથોમેડિસિન જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પેપરમાં આ માહિતી આપી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે નિયમો અનુસાર માછલી પર પરીક્ષણ કરેલી દવા માનવો પર વાપરી શકાતી નથી. તેમણે જણાવ્યું હતું કે. માછલી પર દવાનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. માછલીને કોરોનાનું સંક્રમણ લગાડ્યા પછી તેને કોરોનિલ આપવી જોઈએ. તેથી, તે જાણવા મળી શકે કે તે વાયરસ પર કોઈ અસર કરે છે કે નહીં, પરંતુ કોરોનિલની દવામાં આવું કંઈજ કરવામાં આવ્યું નથી.
જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં તેમણે માછલીને સ્પાઇક પ્રોટીન આપવાનું લખ્યું છે. ડો.ખન્નાએ કહ્યું કે આ સંશોધન સંપૂર્ણપણે ખોટી દીશામાં થયું છે. આવી સ્થિતિમાં, આ સંશોધનના આધારે કોરોનિલ વિશે પતંજલિ અને બાબા રામદેવનો કોઈ પણ દાવો કરવો ખોટો છે.
આ મામલે તેમણે કહ્યું હતું કે દવાઓની ચકાસણી માટે પ્રમાણભૂત પ્રક્રિયા જરુરી છે. જ્યારે પરીક્ષણમાં તે પ્રક્રિયાને અનુસરવામાં આવતી નથી, ત્યારે કોઈ પણ કેવી રીતે તે નિષ્કર્ષ પર આવી શકે છે કે દવા અસરકારક છે.
ભારતીય મેડિકલ એસોસિએશન અને પ્રાંતિય મેડિકલ અને આરોગ્ય સેવાઓ એસોસિએશન તેમજ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા બ્લેક ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દૂન હોસ્પિટલ, કોરોનેશન હોસ્પિટલ અને ગાંધી શતાબ્દી હોસ્પિટલમાં તૈનાત રહેવાસી તબીબોએ બ્લેક બેન્ડ બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે આપેલા એલોપેથીના વિવાદીત નિવેદનને લઈને દેશભરના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, હાલ પણ તેમનો વિરોધ થી રહ્યો છે, અનેક નામાંકિત ડોક્રો અને સંસ્થાઓએ બાબા રામદેવ વિરુદ્ધ ફરીયાદ ગદાખલ કરવાની માંગણી કરી છે.