- કોરોના વિરુદ્ધ નવું રામબાણ ઇલાજ
- બાબા રામદેવે કોરોના વાયરસની દવા લોન્ચ કરી
- કેન્દ્રીયમંત્રી ડો.હર્ષવર્ધન અને નીતિન ગડકરી રહ્યા હાજર
દિલ્લી: યોગ ગુરુ બાબા રામદેવે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કોરોના વાયરસની ‘પ્રમાણિત દવા’લોન્ચ કરી છે. આ દરમિયાન આ દવાને લઈને પતંજલિનું વૈજ્ઞાનિક સંશોધન પેપર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. પતંજલિનો દાવો છે કે, આ રીસર્ચ પેપર કોરોના વાયરસની પ્રથમ પ્રમાણિત દવાને લઈને છે.
સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ,પતંજલિએ કહ્યું કે, આયુષ મંત્રાલય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્ટિફિકેશન સ્કીમ હેઠળ કોરોનિલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પતંજલિના નિવેદન મુજબ,કોરોનિલને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આયુષ વિભાગમાંથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું સર્ટિફિકેટ મળી ચુક્યું છે. CoPP હેઠળ કોરોનિલને 158 દેશોમાં નિકાસ કરી શકાય છે.
પતંજલિ આયુર્વેદએ ટ્વીટ કર્યું કે,ગૌરવની ક્ષણ! પતંજલિ દ્વારા કોવિડ -19 માટે પ્રથમ પ્રમાણિત દવાઓની જાહેરાત કરવામાં અમને આનંદ છે.બાબા રામદેવે પત્રકાર પરિષદમાં કહ્યું કે,અમે યોગ અને આયુર્વેદને વૈજ્ઞાનિક ઓળખપત્ર સાથે આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે અમે કોરોનિલથી લાખો લોકોને જીવન આપવાનું કામ કર્યું, ત્યારે ઘણા લોકોએ સવાલ કર્યો. લોકો શંકાની નજરે જોતા હતા. પરંતુ હવે અમે તેને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા આ શંકાને દુર કરી દીધી છે.
તેમણે કહ્યું કે,ભારતમાં કરોડો લોકો કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા છે. આપણી આધુનિક પદ્ધતિની દવા ઉપરાંત યોગ અને આયુર્વેદ પણ છે. લાખો લોકો ઘરોમાં ઉકાળો પીતા હતા અને યોગ પણ કરતા હતા.
-દેવાંશી