Site icon Revoi.in

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.  મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં જોવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. આ એવોર્ડ્સ મેળવનારાઓમાં નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. જગદીશભાઈ ભાવસારનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઉદઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, મેયર શ્રીમતી મીરાબહેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જોડાયા હતા.