Site icon Revoi.in

નરેન્દ્ર મોદીને સરકાર બનાવવાનો રસ્તો ક્લીયર થયો, નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સમર્થનપત્ર આપ્યો

Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં સરકાર બનાવવા માટે NDAની બેઠક ચાલી રહી છે. આ દરમિયાન નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બેઠકમાં સમર્થન પત્રો સુપરત કર્યા છે. જેથી એનડીએની બેઠક બાદ તમામ નેતાઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આજે જ NDAના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન જશે. પીએમ આવાસ ખાતે યોજાયેલી એનડીએની બેઠકમાં ઔપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, પવન કલ્યાણ, જયંત ચૌધરી હાજર રહ્યાં હતા.

આ લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતનો જાદુઈ આંકડો પાર કરી શકી નથી. આ કારણોસર, જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન ચંદ્રબાબુ નાયડુ એનડીએ સરકાર બનાવવામાં કિંગમેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. એનડીએની બેઠકમાં દરેક પાસાઓ પર ચર્ચા થઈ રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિજીને મળ્યાં હતા. તેમજ વડાપ્રધાન પદ ઉપરથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું હતું. નરેન્દ્ર મોદીને નવી સરકાર ના બને ત્યાં સુધી કાર્યવાહક પીએમ બનાવવામાં આવ્યાં છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 240 બેઠકો ઉપર વિજ્ય થયો છે. જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએને 292 જેટલી બેઠક મળી છે. જ્યારે ઈન્ડી ગઠબંધનને 240 બેઠકો મળી છે. જેથી ઈન્ડી ગઠબંધન પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાંનું જાણવા મળે છે.