મુંબઈ:શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. સર્વત્ર પઠાણનો જ પડઘો છે.શાહરૂખની કમબેક ફિલ્મ દરરોજ ઈતિહાસ રચી રહી છે.બોક્સ ઓફિસ પર સુનામી આવી ગઈ છે.પઠાણ તોફાની ગતિએ કમાણી કરી રહી છે.પઠાણે રિલીઝના ચોથા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
પઠાણે ત્રીજા દિવસે પણ શાનદાર કમાણી કરી છે.શનિવારની રજાથી પઠાણને ઘણો ફાયદો થયો છે.શાહરૂખની ફિલ્મના ચોથા દિવસના આંકડા પણ સામે આવ્યા છે.ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર પઠાણે ચોથા દિવસે લગભગ 52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
પઠાણનો જાદુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે.પઠાણ વિદેશમાં પણ તોફાની ગતિએ કમાણી કરી રહી છે.પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 4 દિવસમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.જી હા, પઠાણનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 4 દિવસમાં 400 કરોડને પાર કરી ગયું છે.
પઠાણ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે પહેલા દિવસે 57 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી 55 કરોડ માત્ર હિન્દી વર્ઝનમાંથી અને 2 કરોડ તેલુગુ-તમિલમાંથી આવ્યા હતા.ભવ્ય ઓપનિંગ સાથે પઠાણે ‘KGF ચેપ્ટર 2’ ‘બાહુબલી 2’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી.