પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી – ભારત વિરુદ્ધ યુદ્ધનું રચ્યું હતું ષડયંત્ર
- જૈશના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા
- પટિયાલા હાઈસ કોર્ટ એ આપ્યો મહત્વનો નિર્ણય
દિલ્હીઃ- પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ આતંકઓ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.જેને લઈને તેઓને આ સજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ માર્ચ 2019માં આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ એજન્સી NIAએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોએ આ ગુનેગારોને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે તાલીમ આપી હતી.
આ કેસને લઈને વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે આતંકવાદીઓ સજ્જાદ અહેમદ ખાન, બિલાલ અહેમદ મીર, મુઝફ્ફર અહેમદ ભટ, ઈશ્ફાક અહેમદ ભટ અને મેહરાજુદ્દીનના નામનો સમાવેશ થાય છે કે જેઓને આ સજા સંભળાવી છે. આ સિવાય કોર્ટે આતંકવાદી તનવીર અહેમદ ગનીને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.
આથી વિશેષ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તમામ દોષિતોએ ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. કોર્ટે કહ્યું કે આ તમામ લોકો માત્ર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યો જ નહોતા, તેઓ શસ્ત્રો, દારૂગોળો અને લોજિસ્ટિક્સ આપીને આતંકી ગતિવિધિઓને અંજામ આપવામાં આતંકવાદીઓને મદદ કરતા હતા.