Site icon Revoi.in

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ 6 અઠવાડિયા માટે કોઈ સર્જરી ન કરાવી જોઈએ: ICMR

Social Share

દિલ્લી:  કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને લઈને આઈસીએમઆર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીએ શક્ય હોય તો 6 અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવી જોઈએ નહી. લોકો દ્વારા હવે કોઈ પણ પ્રકારની સર્જરીના પહેલા આટી-પીસીઆર ટેસ્ટ અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે અને નેશનલ ટાસ્ક ફોર્સના વિશેષજ્ઞોનો મંતવ્ય આનાથી વિરુધ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આઈસીએમઆર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાવાયરસથી સ્વસ્થ થયા બાદ 102 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો કોરોના ટેસ્ટ ન કરાવવો જોઈએ.

આઈસીએમઆર દ્વારા કહેવામાં આવ્યું કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ કોરોનાવાયરસના ડેડ સેલ શરીરમાં રહેલા હોય છે અને તેના કારણે કદાચ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે જે ખોટો પણ હોઈ શકે છે.

આ સાથે નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે સર્જનએ ઓછામાં ઓછા 42 દિવસ પછી જ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સર્જરી કરવી જોઈએ, જેથી તેઓને આરોગ્યલક્ષી લાભ વહેલી તકે મળી શકે. એક નિષ્ણાંતે જણાવ્યું છે કે, ‘હાલમાં કોવિડના ફરીથી ચેપ કોરોનાથી પુન: સ્થાપનના 102 દિવસ પછી જ પુષ્ટિ મળી છે. તેથી, આ સમયગાળા દરમિયાન ફરીથી કોરોના પરીક્ષણ કરવું યોગ્ય નથી.