ડાયાબિટીઝના દર્દીઓ એ આટલી વસ્તુઓનું ક્યારેય ન કરવું જોઈએ સેવન- વધી શકે છે સુગર લેવલ
- ડાયાબિટીઝના દર્દીઓ એ સ્વિટ ખાવાનું ટાળવું જોઈએ
- ખોરાકમાં રાઈસ અને બટાકાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ
- બને ત્યા સુધી કડવી વસ્તુ જેમ કે કારેલ લીમજાનો જ્યુસનો ઉપયોગ કરવો
આજની આ ફાસ્ટ લાઈફમામં હાલતા ચાલતા મનુષ્ય અનેક બીમારીઓનો શિકાર બની રહ્યો છે, જેમાં વાત કરીે ડાયાબિડિઝની તો આજકાલ ભારતમાં સુગરમા દર્દીઓમાં વધારો થયો છે, અને તેનું કારણ છે જંકફૂટ, આપણે અનહેલ્ધી ખોરાક અને બેઠાળું જીવન, ક્યારેય ચાલવું નહી, શરીરને કષ્ટ ન આપવો આ તમામ બાબતો આપણાને ડાયાબિટીઝ થવા કરફ દોરી જાય છે.ત્યારે આવી સ્થિતિ આપણે આપણા ખાન પાન પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, આજે વાત કરીશું ડાયાબિટીઝના દર્દીઓની , કે જેમણએ ખાસ કરીને કયા ફળો ન ખાવા જોઈએ, આ ફળો ખાવથી તેમનું સુગર લેવલ સતત ઊચું જોય છે અને સ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ રહેલી છે.
જો તમને ડાયાબિટીઝ છે તો ભૂલથી પણ ન ખાશો આટલી વસ્તુઓ
કેળાઃ- જોકે કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ વધારે પડતું કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક બની શકે છે. જો વધારે પડતા કેળાનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી.સુગર લેવલ કેળાથી વધી જાય છે પરિણામે ક્યારેક વધતું સુગરસુગર લેવલ મોટી ચિંતાનું કારણ પણ બને છે.
દાડમ – આમ તો ડોક્ટર દરેક પ્રકારના દર્દીઓને દાડમ ખાની સલાહ આપે છે, જો કે દાડમ ડાયાબિટીઝના દર્દીઓ માટે જોખમી સાબિત થી શકે છે.શરીરમાં લોહીનો અભાવ દૂર કરવા અને સ્વસ્થ રહેવા માટે દાડમનો રસ પીવાથી ફાયદો મળે છે. પરંતુ એક મધ્યમ કદના દાડમમાં 40 ગ્રામ સુધી સુગર હોય છે, જેના કારણે તે એકદમ મીઠું બને છે અને જો આવા દાડમ અથવા તેનો રસ ડાયાબિટીસથી પીડિત દર્દી દ્વારા પીવામાં આવે તો તે તેનું સુગર લેવલ વધારી શકે છે.
પાઈનેપલ – રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પાઈનેપલના રસનું સેવન કરવામાં આવે છે જો કે ડાયાબિટીઝના દર્દીઓ માટે તે પણ ગુણકારી નથી જ પાઈનેપલનું સેવન ડાયાબિટીસના દર્દીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે પહેલેથી જ ખૂબ મીઠું છે, જેના કારણે તે ખાંડનું સ્તર વધારવાનું કામ કરી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
દ્રાક્ષઃ- દ્રાક્ષ એવું ફળ છે જે સામાન્ય રીતે સો કોઈનું પ્રિય હોય છે,જો કે તેમાં પણ સુગરનું લેવ વધુ હોય છે જેથી ડાયાબિટીઝના દર્દીઓએ તેનું સેવન કરવું ન જોઈએ,દ્રાક્ષમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે છે. તમે તેને એવી રીતે પણ સમજી શકો છો કે એક કપ દ્રાક્ષમાં લગભગ 23 ગ્રામ ખાંડ હોય છે. જ્યારે નાના ટુકડામાં એક ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. તેથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય માનવામાં આવતું નથી.