અમદાવાદઃ ફાગણ મહિનો પુર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે, અને ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, બીજીબાજુ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે આ વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૈત્રી દરમિયાન પાવાગઢ મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી મંદિર બંધ રાખવામાં આવશે. કોરોનાના વધતા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે તેવામાં હાલ જો ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટે કોરોના નું સંક્રમણ વધી શકે છે આ વાતને ધ્યાનમાં રાખી પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તોના પ્રવેશ પર રોક લગાવવા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.