વરસાદ આવતા દરેક યુવતીઓની ચિંતા વધી જાય છે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ પરંતુ વરસતા વરસાદના કારણે કયા કપડા પહેરવા તેની મુંઝવણ સતત રહેતી હોય છે જો કે આજે કટેલાક પ્રકારના કપડા વિશે વાત કરીશું જે તમને આકર્ષક લૂક આપે છે તો ચાલો જાણીએ કેવા કપડા પહેરવાથી વરસાદમાં પણ તમે શાનદાર લૂક મળવી શકો છો.
રાઉન્ડ નેક ક્લોથવેર પિંક કલરમાં
રાઉન્ડનેક કે જે ક્લોથવેરનો રંગ પિંક હોય, જે તમને વરસાદની ઋતુ માટે પરફેક્ટ છે, તો તમે રાઉન્ડનેક પિંક સ્કેટર ડ્રેસ ટ્રાય કરી શકો છો. આ સાથે તમે તેની સાથે લાંબા બૂટ પહેરી શકો છો અને રેન જેકેટ પણ પહેરી શકો છો.
પ્લાઝો પેર
પલાઝો જો તમે પગની ઘૂંટીની લંબાઈવાળા પલાઝો પેન્ટ પહેરતા હોવ તો દુપટ્ટા તેની સાથે સારી રીતેસેટ થાય છે જે વરસાદમાં પણ આકર્ષક લૂક આપે છે. તેની સાથે શિફોન દુપટ્ટો ખૂબ જ સુંદર લાગશે. શિફૉન વજનમાં હળવા હોય છે, તેથી તેને ખભા પરરાખવું ઈઝી રહે છે.
સુતરાઉ કપડા
સુતરાઉ કપડાં ચોમાસામાં કોટનના કપડાં પહેરવા સૌથી વધુ આરામદાયક છે. બીજી બાજુ, હળવા ફાઇબર હોવાને કારણે, રુ પાણી અને ભેજને શોષવામાં સારો સ્ત્રોત છે. જો કે, કપાસ વરસાદમાં ભીના થઈ જાય ત્યારે સરળતાથી સુકાઈ શકતો નથી. પરંતુ, ચોમાસામાં કૂલ દેખાવા માટે કોટન ડ્રેસ કેરી કરવો એ બેસ્ટ ઓપ્શન છે.
બોલ્ડ રંગ
સ્કેટર ડ્રેસ સાથે બોલ્ડ કલર્સ ટ્રેન્ડમાં છે. આમાં બ્રાઈટ મસ્ટર્ડનો સૌથી વધુ ક્રેઝ છે. આ સાથે ફૂટવેરમાં સ્નીકર્સ પણ પહેરી શકાય છે. તમે વરસાદમાં તમારા વાળ ખુલ્લા રાખી શકો છો. આ સિઝનમાં બિગ સાઈઝના ઈયરિંગ્સ અને રિંગ્સ પણ ફરી ટ્રેન્ડમાં છે.
સ્કાર્ફ
ચોમાસામાં ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કારણ કે સ્કિન ટાઈટ ડ્રેસ ચોમાસામાં પારદર્શક બની જાય છે. આ સાથે તમને ઠંડી પણ લાગી શકે છે. ચોમાસામાં તમારી સાથે દુપટ્ટો કે સ્કાર્ફ લેવાનું ભૂલશો નહીં. સ્કાર્ફની મદદથી તમે વરસાદમાં તમારા વાળ અને ચહેરાને સરળતાથી ઢાંકી શકો છો