Site icon Revoi.in

હેરપેકથી વાળ બને છે સુંદર ,પરંતુ હેરપેક લગાવતા વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખો.વાળને નહી થાય નુકશાન

Social Share

 

વાળને પોષણ આપવા માટે આપણે હેર પેકનો ઉપયોગ કરીએ છીએ. હેર પેક લગાવતા પહેલા જરૂરી છે કે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. હેલ્ધી વાળ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હેરપેકથી વાળ સારા બને છે ુણ જો તે સહી રીતે લગાવવામાં આવે તો બાકી વાળને નુકશાન પણ થાય છે તો ચાલો જાણીએ કઈ કી બબાતોનું ધ્યાન રાખું જોઈએ.

 તમારા વાળ પ્રમાણે હેરપેકની પસંદગી કરો

તમે તમારા વાળના પ્રકાર પ્રમાણે હેર પેક પસંદ કરો. જો તમારા વાળ ખૂબ જ તેલયુક્ત છે. તો એવો હેર પેક પસંદ કરો જેમાં એલોવેરા જેલ હોય.બીજી તરફ જો તમારા વાળ ખૂબ જ પાતળા હોય તો એવો હેર પેક બનાવો જેમાં મેથીના દાણા અથવા નારિયેળનું તેલ હોય. આ વસ્તુઓ વાળને ઘટ્ટ અને ઘટ્ટ બનાવે છે.

 વાળના છેલ્લા ભાગ સુધી હેરપેક લગાવો

કેટલાક લોકો ફક્ત માથાની ચામડી પર હેર પેક લગાવે છે પરંતુ તે સારી બાબત નથી તમારા વાળના મૂળની સાથે વાળના છેડે પણ પોષણની જરૂર હોય છે. તમારા વાળમાં ઉપરથી નીચે સુધી હેર પેક લગાવો. 

 મહિનામાં  1થી 2 જ વખત હેરપેકનો કરો ઉપયોગ

વાળને સારા બનાવા માટે હેરપેક લગાવામાં આવેસછે પરંતુ તમારે અઠવાડિયા એક કે 2 વખત જ તેનો ઉપયોગ કરવો જોઈએ જાડા અને મજબૂત વાળ માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર હેર પેક લગાવી શકો છો. હેર પેકમાં ભેજ અને જરૂરી ઘટકો હાજર હોય છે. જે ડેમેજ થયેલા વાળને રિપેર કરવાનું કામ કરે છે. 

 બને ત્યા સુધી હોમમેડ હેરપેક લગાવો

 જો તમારે મોંધા મોંધા પ્રો઼ક્ટ નથી ખરીદવા અને ખોટા ખર્ચથી બચવું છે તો તમે ઘરે, લીમડાની પેસ્ટ, નાપરિયેળનું તેલ, એલોવેરા જેલ, મુલતાની માટી,ભાંગરાની પેસ્ટ વગેરે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે હેર પેક બનાવો જે તમારા વાળને ક્યારેય નુકશાન કરશે નહી ઉપરથી વાળને પુરુતુ પોષણ મળશે,આ સાથે જ દહી ,સુકા મેથીના દાણા ,દૂધીની છાલ વગેરે પણ વાળમાં લગાવાના હેરપેકમાં ઉપયોગ કરી શકો છો.