Site icon Revoi.in

તમારી આંખોને સુંદર બનાવવા માટે આઈશેડો કરતી વખતે ખાસ આ બાબતોનું રાખો ધ્યાન

Social Share

હાલ ખૂબ જ ગરમી પડી રહી છે અને તેવી સ્થિતિમાં સ્ત્રીઓનો મેકઅપ લોંગ ટાઈમ રહેશે કે નહી તેની ચિંતા સતાવતી હોય છે, ત્યારે ખાસ કરીને આંખો પર કરવામાં આવતો આઈશેડો મહિલાઓ માટે ખૂબ જ મહત્વનો રહે છે,જેનાથી આંખોને અલગ લૂક આપી શકાય છે અને ચહેરાને સુંદર લૂક આપવામાં આંખો મહત્વની હોય છે. ત્યારે તમારી આંખને અલગ અને ખુબસુરત દેખાડવા માટે તેના  આઈશેડો પરફેક્ટ રીતે થાય તે ખૂબ જ જરુરી છે.

બેઝિક ટિપ્સ – સૌ પ્રથમ તો ચહેરા પર કોઈ પણ મેકઅપ અપ્લાય કરતા પહેલા તમારી સ્કિનને ગુલાબના પાણી વડે ચહેરાને ઘોઈ લેવો. ત્યાર બાદ આ પાણીને હવામાં સુકાવા દેવું જેથી ચહેરા પણ ગુલાબનું પાણી સેટ થઈ જાય, ત્યાર બાદ તમે ચહેરા પર અનેક વસ્તુ આપ્લાય કરો જેથી તમારી સ્કિન ખારબ થશે નહી.

ચહેરાને  પરફેક્ટ આઈબ્રો શેપ  આપવો જોઈએ જેથી તમારી આંખોને અલગ લૂક મળી રહે, સૌ પ્રથમ આઈબ્રોને કંસીલરથી સેટ કરી દેવી જેથી આઈબ્રો શેપ સરસ રીતે આપી શકાય.

જો કોઈની આઈબ્રો જાડી તો કોઈની પતલી હોય છે. કેટલાક લોકોની આઈબ્રો અમુક જગ્યાએથી ખાલી છે અથવા તો કોઈ નિશાન કે એવું રહી ગયું હોય છે. આ સ્થિતિમાં ક્રીમ અને કન્સિલરનો ઉપયોગ કરીને તે ખઆલી જગ્યાએ એથવા જ્યા ઓછા હેર છે તે ગજ્યાએ તમે કંસીલરનો ઉપયોગ કરીને તેને સુંદર તમારી મરજી મુજબનો શેપ કરી શકો છો.

આઈબ્રોના આગળના ભાગ પર કંસીલરને બ્રશના ઉપયોગથી સ્પ્રેડ કરવી જોઈએ ત્યાર બાદ જ આઈબ્રો પેન્સિલ કરીને સારો શેપ આપો જેથી આંખોની સુંદરતા કુદરતી હોય તેવું લાગશે.

આઈબ્રોને કટિંગ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું, આ માટે તમે તમારી આઈબ્રોના હેરને નાના બ્રશની મદદથી (જો ન હોય તો મસ્કરાનો સુકાયેલા બ્રશનો ઉપયોગ કરો) ઉપર તરફ કરો અને ત્યાર બાદ કટ કરો, તેજ રીતે આઈબ્રોના હેર નીચે કરફલકરીને કટ કરો, આ રીતે આઈબ્રો પરફેક્ટ બનશે.

આ સાથે જ આઈબ્રો સેટ થઈ જાય ત્યાર બાદ આઈશેડો કરવાનું શરુ કરો. આઈશેડો કરીત વખતે આંખો નીચે બને ત્યા સુધી કોચન પટ્ટી લગાવી દો જેથી ચેહરા પર આઈશેડોના ડાઘ ન પડે

સાહિન-