Site icon Revoi.in

કોલેસ્ટ્રોલને વધતું અટકાવવા માટે તમારા આહાર અને જીવનશેૈલીનું ખાસ રાખો ધ્યાન,કરો આટલું

Social Share

આજકાલની બેઠાળું લ્ઈફ ક્યાંકને ક્યાક આપમા આરોગ્ય પર માઠી અસર કરી રહી છે, ઓફીસમાં બેસીને સતત કામ કરવું હલન ચલન ઓથી થવી વગેરેથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે,જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે, તો તમારે પહેલા તમારા આહારમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા જોઈએ.

આ સાથે જ ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્ટ્રોકનું જોખમ વધારે છે. ઘણા લોકો જાણતા નથી કે વધેલા કોલેસ્ટ્રોલનું સ્તર કેવી રીતે ઘટાડવું અથવા તેનું સંચાલન કેવી રીતે કરવું. આ માટે દવા અને વ્યાયામની સાથે સાથે આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવા-પીવાની કેટલીક રોજિંદી આદતો કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.

ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળો -જો તમને કોલેસ્ટ્રોલનું જોખમ દેખાતું હોય તો તમારે માંસ પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ કેટલીક વસ્તુઓમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. વધુ માત્રામાં ચરબીનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને અસર કરે છે.

ફાઈબરથી ભરપૂર ખોરાક લો -આહારમાં મળતી ચરબી ઓછી કરો અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાઓ, આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે. જો તમારું વજન વારંવાર વધી રહ્યું છે અને ઓછું થઈ રહ્યું છે, તો તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધારે છે.ચીઝ,ઓઈલ જેવી વસ્તુઓથી દૂર જ રહો, ખાસ કરીને મેંદાની વસ્તુઓ ખાવી પણ ટાળવી જોઈએ

આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો -તમારા આહારમાં ઓટ્સ, જવ, સફરજન, કઠોળ, ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સનો સમાવેશ કરો. પૂરતી માત્રામાં ફાઇબર યૂક્ત પ્રદાર્થ લો, આ કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

ખોરાકમાં મીઠી વસ્તુઓ ઓછી કરો – કોલેસ્ટ્રોલના જોખમ માટે ખોરાકમાં મીઠી અને ખાંડવાળી વસ્તુઓ ટાળવી જોઈએ કારણ કે તેને ખાવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ પણ ઘટે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. ખાંડવાળી વસ્તુઓને બદલે મીઠા ફળો ખાઈ શકો છો.

હેલ્ધી ફેટને આહારમાં લેવું જોઈએ – આહારમાં હેલ્ધી ફેટનો સમાવેશ કરી શકાય છે,આ પ્રકારના આહારમાં બદામ, એવોકાડો અને કઠોળનો સમાવેશ થાય છે.

શાકભાજી ને આહારમાં સમાવેશ કરો – તમારા આહારમાં પુષ્કળ શાકભાજીનો સમાવેશ ન કરવાથી પણ તમને નુકસાન થાય છે. તમારા આહારમાં બ્રોકોલી અને કોબીજ જેવા ક્રુસિફેરસ શાકભાજીનો સમાવેશ કરો. આ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરશે.