Site icon Revoi.in

વોટ્સએપ એપ્લિકેશનની પેમેન્ટ સર્વિસમાં આ પ્રકારે ફેરફાર જોવા મળશે, જાણો

Social Share

વોટ્સએપ દ્વારા ગૂગલ પે- ફોન-પે જેવી કંપનીને ટક્કર આપવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ કંપનીને એટલી સફળતા મળી નથી. વોટ્સએપ દ્વારા હાલમાં કેટલીક સુવિધા તો અન્ય એપ્લિકેશન જેમ કે ગૂગલ-પે- પેટીએમ જેવી આપવામાં આવી રહી છે પરંતું હવે વોટ્સએપ એની આ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે નવી ટ્રીક લાવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર Paytm, PhonePe અથવા Google Pay દ્વારા શોપિંગ કર્યા પછી પેમેન્ટ કરી શકો છો. પરંતુ WhatsApp પણ હવેથી આ સુવિધા આપવા જઈ રહ્યું છે. વોટ્સએપ પેમેન્ટ્સ (WhatsApp Pay) માત્ર ઓનલાઇન પેમેન્ટની સુવિધા જ નથી આપી રહ્યું, પણ સાથે ઘણી ઑફર્સ પણ લાવ્યું છે. આ ઑફર્સ ગ્રાહકોને વધુ લાભ આપવા માટે છે. જો કોઈ WhatsApp દ્વારા સામાન ખરીદીની ચુકવણી કરે છો, તો તેને સારું કેશબેક મળી શકે છે.

NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ WhatsAppને આ WhatsApp Pay સુવિધા માટે વધારાના વપરાશકર્તાઓ ઉમેરવાની મંજૂરી આપી છે. ગત વર્ષે, નવેમ્બરમાં આ યુઝર લિમિટ 2 કરોડ હતી જે વધારીને હવેથી 4 કરોડ કરવામાં આવી છે. હવે NPCIએ WhatsApp માટે વધારાના 60 મિલિયન યુઝર્સ ઉમેરવાની મંજૂરી આપી છે. આ પછી હવે કેશ મર્યાદા 10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2018માં, WhatsAppએ ભારતમાં 10 લાખ વપરાશકર્તાઓ સાથે ડિજિટલ પેમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે હાલમાં ખુબ સફળ નીવડ્યો છે.