Site icon Revoi.in

પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કિક્રેટ સ્ટેડિયમ નહીં હોવાનું PCBએ સ્વીકાર્યું

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અને સ્ટેડિયમ વચ્ચે ઘણું અંતર છે. નકવીએ સ્વીકાર્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા સુવિધાઓ સુધારવાની જવાબદારી PCBની છે. તેમણે તાજેતરમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની મુલાકાત લીધી અને તેમણે સમજાવ્યું કે જો બોર્ડ આખા સ્ટેડિયમનું નવીનીકરણ કરવાનું નક્કી કરે તો તેને કયા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

તેમણે કહ્યું, ‘અમારા સ્ટેડિયમ અને બાકીના વિશ્વના સ્ટેડિયમમાં ઘણો તફાવત હતો. તેઓ કોઈપણ રીતે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ નહોતા. કોઈપણ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ધોરણોને લાયક દેખાતા ન હતા. ત્યાં કોઈ બેઠકો ન હતી, બાથરૂમ નહોતા અને દૃશ્ય એવું હતું કે જાણે તમે 500 મીટરની ત્રિજ્યામાંથી મેચ જોઈ રહ્યા હોવ. પીસીબીના વડાએ એમ પણ કહ્યું કે, તેમને આશા છે કે ગદ્દાફી સ્ટેડિયમ આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન માર્કી મેચોનું આયોજન કરશે. ટીમો માટે મુસાફરી સરળ બનાવવા માટે નજીકમાં હોટલ બનાવવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે, કામ સમયસર પૂર્ણ થશે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.

તેમણે કહ્યું, ‘ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશન (FWO)ની ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. અમે અમારા સ્ટેડિયમને વિશ્વના શ્રેષ્ઠ સ્ટેડિયમોમાંનું એક બનાવીશું. સ્ટેડિયમોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેના ત્રણ મુખ્ય કેન્દ્રો પર ક્રિકેટ સ્ટેડિયમના નવીનીકરણ માટે અંદાજે પાકિસ્તાની રૂપિયા 17 બિલિયન ફાળવ્યા હતા. મોહસિને પોતે તાજેતરમાં ગદ્દાફી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને કામનું નિરીક્ષણ કર્યું હતું. મશીનરી વધારવાની પણ સલાહ આપી હતી. આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ શકે છે. PCBએ આ માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને મોકલી દીધો છે.

પાકિસ્તાનમાંથી ટૂર્નામેન્ટ હટાવવા અંગે કોઈ વાતચીત થઈ નથી, પરંતુ ભારત ટુર્નામેન્ટ માટે પ્રવાસ કરશે કે કેમ તે અંગે શંકા રહે છે. ભારત અને પાકિસ્તાને લગભગ એક દાયકામાં દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ પાકિસ્તાને 2023 ODI વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. એ વાત પણ સામે આવી છે કે એશિયા કપ 2023ની જેમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતની મેચો તટસ્થ સ્થળે યોજાઈ શકે છે. જો કે આ સંબંધમાં હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

#PCBAdmits, #PakistanCricket, #StadiumShortage,#CricketInfrastructure, #PakCricketWoes, #StadiumUpgradesNeeded, #CricketInPakistan, #SportsInfrastructure, #PCBChallenges, #PakistanSports