નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને હવે એશિયા કપનું આયોજન કરવાની તક છીનવાઈ ડર સતાવી રહ્યો છે. પીસીબી અધ્યક્ષ નઝમ સેઠી હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાતની ઈચ્છા રાખી રહ્યાં છે. સેઠી આ વર્ષે એશિયા કપના આયોજનને લઈને વાત કરવા માંગે છે. દુબઈમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20નું ઉદ્દઘાટન કરશે. જેથી સેઠી આ પ્રસંગ્રે બીસીસીઆઈના સચિવ જય સાથે એશિયા કપના આયોજનના અધિકારોને લઈને વાત કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નઝમ સેઠી એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના સભ્યો સાથે સંબંધો ઉપર કામ કરવા માંગે છે. જેથી સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં એશિયા કપનું આયોજન થઈ શકે. જય શાહ પણ અહીં ઉપસ્થિત રહેવાના હોવાથી સેઠી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જો કે, જય શાહ ઉપસ્થિત રહેવાના છે કે કેમ તેની પુષ્ટી થઈ નથી. શાહે તાજેતરમાં જ એસીસીના બે વર્ષના કાર્યક્રમ જાહેર કર્યાં છે, જે અંગે સેઠીએ કહ્યું હતું કે, આ અંગે પીસીબી સાથે કોઈ ચર્ચા કરાઈ નથી. એસીસીએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, પીસીબીએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. અમીરાત ક્રિકેટ બોર્ડને તમામ દેશોના ક્રિકેટ બોર્ડના પ્રમુખોને આમંત્રણ આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયા કપ મામલે બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે વિવાદ ચાલી રહી રહ્યો છે. પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપમાં ભારતીય ટીમ ભાગ લેવા નહીં જાય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ પાકિસ્તાને પણ ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં ટીમ નહી મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.