- તેલના ડબ્બાના 1,450 રૂપિયા હતા. તે હવે 2100 થી 2650 સુધી પહોંચ્યા
- સતત વધતા ભાવથી સામાન્ય જનતાની ચિંતા વધી
દિલ્હી – દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડિઝલના ભાવ ભળકે બળી રહ્યા છે, દિવસેને દિવસે વધતી મોંધવારીથી ,સામાન્ય પ્રજાની ચિંતા વધી રહી છે.ત્યારે હજુ પણ મોંધવારી અટકવાનું નામ નથી લઈ રહી, આ પહેલા ગેસના ભઆવમાં પણ વધારો નોંધાયો છે ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાતા લોકોની ચિંતા વધી છે.
ગૃહિણીઓના બજેટ પર વધતા તેલના ભાવની અસર જોવા મળી રહી છે, આ વધતી મોંધવારી ખોરાકના સ્વાદને બગાડી રહી છે. હવે મોંઘવારીનો અસહ્ય માર પ્રજા પર પડતો જોવા મળી રહ્યો છે.ખાદ્યતેલ સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.40નો વધારો થયો છે.
જો ડબ્બા દિઠ તેલના ભાવ વધવાની વાત કરીએ તો જે તેલના ડબ્બાનો ભાવ પહેલા 1700 રૂપિયા હતા તે વધીને હવે 2650 સુધી પહોંચી ચૂક્યા છે.આ ભાવ વધારાનું કારણ સિંગ તેલ અને પામોલીન તથા સન ફ્લાવર તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચો ગયો હોવાનું મનાઈ રહ્યું છે જેની તેની સીધી અસર ભારતીય તેલ માર્કેટ પર પડતી જોવા મળી રહી છે.
સાહિન-