- પ્રાચીન સમયના ઘરેણાઓ આજની ફેશન બન્યા છે
- એન્ટિક ઘરેણાઓનો આજકાલ ટ્રેન્ડ
આજકાલ મહિલાઓમાં અવનવી ફેશન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ પછી કપડા હોય ,ચપ્પલ હોય કે પછી આભૂષણો, મહિલાઓ હટકે તૈયાર થવામાં આગળ છે, ત્યારે તેમના આભૂષણોની જો વાત કરવામાં આવે તો આજકાલ મહીલાઓ જે આભુષણો પહેરી રહી છે, તે ભારતીય સંસ્કૃતિમાં વર્ષો પહેલા જોવા મળતા હતા, જે ફેશનનું નવું વર્ઝન કહી શકાય,
સામાન્ય રીતે ફેશન 5 – 6 દાયકા બાદ ફરીને ફરીને આવતી હોય છે જુના જમાનાના કપડા કે જ્વેલરી હવેની ફેશન બન્યા છે. શન એક ચક્ર છે જે સતત ગોળ ગોળ ફર્યા કરે છે ત્યારે હવે રાજાશાહી યુગમાં જે ઘરેણાઓ રાણી મહારાણીઓ પહેરતી હતી તેના જેવી ડિઝાઈનએ માર્કેટમાં સ્થાન જમાવ્યું છે ન જેવી કિંમતોમાં રાજાશાહી જમાનાના ઓરનામેન્ટ્સ મળી જતા હોય છે લગ્ન કરતી યુવતીઓ હવે સરારા કે ચણીયાચોળી પર આ પ્રકારના ઘરેણાઓ કેરી કરી રહી છે.
જો કે મોતીના ઘરેણા રાજાઓના પરિવારથી જાણીતા બન્યા છે ત્યારે આજકાલ હવે યુવતીઓ પણ લગ્ન પ્રસંગોમાં મોતીના ઘરેણા તરફ આકર્ષાી રહી છેઆ સાથે જ માથા નાખવામાં આવતા ક્લિપ કે બ્રન્ચ પણ મોતીના પહેરવામાં આવી રહ્યા છે માર્કેટમાં મોતીના ઘરેણાઓ ટ્રેન્ડિંગ બની રહ્યા છે.
ચોક્સ કે જે ગળામાં પહેરવામાં આવે છએ જે નાના નાના મોતીમાંથી બનતા હોય છે જ્યારે ગળામાં પહેરવાનો લોંગ સેટ પણ મોતીનો હોય છે જે સાડી અને ચોલી પર યુવતી ઓ કેરી કરવાનું પસંદ કરે છે.
આ સાથે જ હાથમાં પહેરવાના બ્રેસલેટમાં પણ મોતીએ સ્થઆન બનાવ્યું છે ખાસ કરીને સફેદ અને પારદર્શક મોતીની ડિમાન્ડ હોય છે.
વાળમાં નાખવામાં આવતા તમામ ક્લિપ પારદર્શક મોતીમાં વધુ આકર્ષક લાગે છs જ્યારે ગળામાં પહેરાતા નેકલેસ જૂદા જૂદા રંગના મોતીઓથી બનેલા હોય છે.
કાનમાં પહેરવાની કળી અને ઈયરિંગ્સમાં પણ મોતીએ સ્થઆન લીધુ છે માર્કેટમાં અવનવી મોતી વાળા કાનમાં પહેરવાની કળી અને બુટ્ટીઓ જોવા મળે છે.