- દિલ્હીની સરહદો ખેડૂતોથી જામ
- છેલ્લા 15 દિવસથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
- નિવૃત સૈનિકો આવ્યા ખેડૂતોના સમર્થનમાં
- માંગ નહી સ્વીકારે તો મેડલ પરત કરવાની ચીમકી ઉચ્ચારી
દિલ્હીઃ- દેશમાં ખેડૂત આંદોલન ઉગ્ર બનતુ જાય છે, છેલ્લા ઘણા દિવસોથી પંજાબ,હરિયાણા તેમજ અનેક વિસ્તારોના ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ રહીને પોતાની માંગ પુરી કરવા બાબતે આંદોલન કરી રહ્યા છે, દિલ્હીમાં હાલ તાપમાન ઘણું નીચુ છે છત્તા પણ કડકતી ઠંડીમાં તેઓ અડગ રહીને પોતાની માંગ પર સ્થિર રહેલા જોવા મળે છે.
બોલિવૂડ હસ્તીઓથી લઈને અનેક લોકો ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે ,ત્યારે હવે સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકો પણ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે, ભારતીય લશ્કરના નિવૃત્ત જવાનો ખેડૂતોને ટેકો આપીને ચીમકી ઉચ્ચારી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારો તો અમને વીરતા માટે એનાયત કરવામાં આવેલા મેડક પરત કરી દઈશું.
પંજાબના એવા સૈનિકો કે જેઓ સેનામાંથી નિવૃત્ત થયેલા છે તેમણે અમે સૈનિક હતા અને હવે ખેડૂત છીએ અમારી માગ પુરી નહી થાય તો અમે અમારા મેડલ સરકારને પરત કરીશું,ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પંજાબ, હરિયાણા અને ચંડીગઢના સ્પોર્ટ્સમેન એ પોતપોતાના એવોર્ડ અને ઇનામો સરકારને સુપરત કર્યા છે.
ભૂતપૂર્વ જવાનોએ કહ્યું કે સૈનિક દેશની સીમા પર દેશની રક્ષા કરે છે અને ખેડૂત દેશને અનાજ આપે છે. આપણે ત્યાં જય જવાના જય કિસાનનું સૂત્ર પ્રચલીત છે. જવાન અને કિસાન એકબીજાના પુરક છે. એટલે જવાનોનું કહેવું છે કે, ખેડૂતોની માગણી સ્વીકારી જોઈએ
ઉલ્લેખનીય છે કે માત્ર એક પંજાબમાં સાડા ત્રણ લાખ નિવૃત્ત સૈનિકો વસવાટ કરી રહ્યા છે. ભારતીય લશ્કરમાં 30 વર્ષની સેવા આપનારા એક સૈનિકે જણાવ્યું કે, અમે દેશમાં જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં પહોંચી જઇએ છીએ અને અમનારી ફરજ બજાવીએ છીએ. હવે અમે ખેડૂતોના સમર્થનમાં દિલ્હી જઇ રહ્યા છીએ.આ રીતે તેઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે.
સાહિન-