ખેડૂત આંદોલન – આગામી સુનાવણી 11મી જાન્યુઆરી ના રોજ થશે, કોર્ટ કહ્યું સ્થિતિમાં સુધારો નથી
- ખેડૂત આંદોલન-આગામી સુનાવણી 11 તારીખે
- કોર્ટ એ કહ્યું -અમને સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી
દિલ્હીઃ- દેશમાં ખેડૂત આંદોલને વ્યાપર પ્રમાણ કર્યું છે, જેને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે ત્યારે આજ રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. અદાલતે વકીલ તરફથી ફાઇલ કરેલી અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે અમે ખેડૂતોની સ્થિતિ સમજી રહ્યા છીએ. હકીકતમાં, કેટલાક કૃષિ કાયદાઓની બંધારણીય માન્યતા અંગે કેટલાક વકીલોએ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટની આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે હવે આ મામલે સુનાવણી 11 જાન્યુઆરી એટલે કે આવતા સોમવારે થશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ ટિપ્પણી કરતાં કહ્યું કે અમને પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કહ્યું કે અમે વાત કરી રહ્યા છીએ. તે જ સમયે, એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે અમને આશા છે કે બંને પક્ષો કોઈ મુદ્દા પર સહમત થશે. આ તરફ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે આ અંગે વાકેફ છીએ અને ઈચ્છેછીએ કે વાતચીત આગળ વધે.
આ સિવાય સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે આ મામલે કોર્ટમાં સુનાવણી કરવાની જરૂર નથી, કારણ કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ તરફ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેનું કહેવું એમ છે કે, સોમવારે આ મામલાની તપાસ કરીશું અને જો વાતચીત સકારાત્મક હશે તો અમે સુનાવણી ટાળીશું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને જણાવ્યું હતું કે સરકાર અને ખેડુતો વચ્ચે સુખદ વાતાવરણમાં વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે આ અરજીઓ પર 8 મી જાન્યુઆરીએ ચર્ચા થવી જોઈએ નહીં. ખંડપીઠે કહ્યું કે અમે પરિસ્થિતિને સમજીએ છીએ અને સંવાદને પ્રોત્સાહિત કરીએ છીએ. જો તમે ચાલુ વાતચીતને લેખિતમાં આપશો તો અમે કેસની સુનાવણી સોમવાર 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખીશું.ઉલ્લેખનીય છે કે દિલ્હીની સીમાઓ પર છેલ્લા 42 જેટલા દિસોથી ખેડૂતો કૃષિ કાયદા પરત લેવા માટે આંદોલનો કરી રહ્યા છે
સાહિન-