પગને સાફ અને સુંદર રાખવા માટે પેડિક્યોરના ઘરેલું ઉપચાર
- પગને કાળજી લેવા કરો આ ઉપચાર
- સુંદર અને સાફ દેખાશે તમારા પગ
- સ્ત્રીઓઓ દ્વારા આ રીતે રાખવામાં આવે છે કાળજી
પેડિક્યોર કરતા પહેલાં નખ પર લાગેલી નેઇલ પોલિશને નેઇલ રીમુવરથી સાફ કરો. ત્યારબાદ નખને કાપો અને ફાઇલ કરો.
નખને ક્રીમ અથવા મધથી માલિશ કરો. એક ટબમાં ગરમ પાણી કરો. તેમાં લીંબુના ટુકડા, તેલ, ફુદીનો અને મીઠું નાખો. આમાં 10 થી 15 મિનિટ સુધી પગ રાખો.તે પગને ડી-ટેન અને મોઇશ્ચરાઇઝ કરશે.
આ પછી બ્રશની મદદથી નખ અને પગને સાફ કરો. આ માટે તમે શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. એડી માટે પ્યુમિક સ્ટોનનો ઉપયોગ કરો.તે ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરશે. પગમાંથી ટેનિંગ દૂર કરવા માટે લીંબુના ટુકડાનો ઉપયોગ કરો. આ પછી પગને સૂકા ટુવાલથી સાફ કરો. તે પછી ફુટ ક્રીમ લગાવો. અને પગના તળિયાની માલીસ કરો.
ત્યારબાદ જો તમે નેઇલ પોલિશ લગાવવા ઈચ્છો છો તો બેઝ કોટ લગાવો અને સુકાવા દો. ત્યારબાદ 2 કોટ્ અને એક ટોપ કોટ લગાવો. નખ પર ક્યુટિકલ તેલ લગાવીને તમે મસાજ પણ કરી શકો છો.
જો કે પાણીમાં સતત કામ કરતી સ્ત્રીઓને લાંબા ગાળે પગની ત્વચાને લઈને તકલીફ પડ પડતી હોય છે અને અને તેવી સમસ્યાઓથી બચવા માટે જો આ પ્રકારની કાળજી લેવામાં આવે તો તેમના પગ હંમેશા સુંદર અને સરસ રહે છે.
પગની સુંદરતા એ તો સ્ત્રીઓને સૌથી વધારે પસંદ હોય છે ત્યારે જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કાળજી રાખવાથી પગની ત્વચા કરમાતી નથી અને હંમેશા ફ્રેશ અને સ્વસ્થ રહે છે. પગની ત્વચાની કાળજી લેવાથી વાઢીયા પણ પડતા નથી અને તે પગની સુંદરતામાં વધારો કરે છે.