- ફળોની છાલને ભૂલથી પણ ન ફેકતા
- ત્વચાની ઘણી સમસ્યાને કરે છે દૂર
- સુંદરતામાં લગાવી શકે છે ચાર ચાંદ
ફળોનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે બધા મોટાભાગનાં ફળોની છાલ કાઢીને ખાઈએ છીએ. તે પછી છાલ ફેંકી દઈએ છીએ.પરંતુ હવેથી આવી ભૂલ ન કરો કારણ કે, ફળોની છાલ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. ફળોની છાલનો ઉપયોગ તમારી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા અને ત્વચામાં ગ્લો લાવવા માટે કરવામાં આવે છે. જાણો તેના ફાયદાઓ વિશે.
પપૈયાની છાલ
પપૈયાની છાલ ચહેરા પરની ડ્રાયનેસની સમસ્યા દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે પપૈયાની છાલને સુકાવી લો અને તેને પીસીને બારીક પાવડર બનાવી લો અને એક ડબ્બામાં સ્ટોર કરો. બે ચમચી પાવડરમાં એક ચમચી ગ્લિસરિન ઉમેરો અને ફેસપેકની જેમ ચહેરા પર લગાવો. સૂકાયા પછી, સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
લીંબુની છાલ
લીંબુની છાલ મોટા ભાગે ટેનિંગ દૂર કરવા માટે વપરાય છે. જો તમે ઇચ્છો તો લીંબુને તમે તમારી ત્વચા પર ઘસી શકો છો. આ સિવાય છાલને પીસીને પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ ત્વચા પર પેક તરીકે પણ કરી શકાય છે. પરંતુ આ પેકને અઠવાડિયામાં ફક્ત બે વાર લગાવો.
કેરીની છાલ
આજકાલ બજારમાં કેરીનું વેચાણ પણ થઇ રહ્યું છે. એવામાં કેરી ખાધા પછી છાલ ફેંકી દેવાની ભૂલ ન કરો,કારણ કે તેનો ઉપયોગ ચહેરાની કરચલીઓ ઓછી કરવા માટે થાય છે. કેરી ખાધા પછી છાલને પીસીને તેની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો અને થોડીવાર માટે સુકાવા દો. આ પછી તમારા મોઢાને સામાન્ય પાણીથી ધોઈ લો. આ કરચલીઓથી તમને છૂટકારો પણ મળશે અને પિમ્પલ્સને પણ ઘટાડશે..
કેળાની છાલ
કેળાની છાલ પણ ટેનિંગમાંથી છુટકારો અપાવવા માટે ખૂબ અસરકારક છે. કેળા ખાધા પછી તેની છાલને ફેંકશો નહીં.છાલની અંદરનો ભાગ સ્કિન પર ઘસો.અને અને 20 મિનિટ હળવા હાથે ઘસવું. આ પછી ચહેરો ધોઈ લો. આ કરવાથી ટેનિંગ દૂર થશે અને ચહેરાનું તેજ વધશે.