Site icon Revoi.in

પેગાસસ જાસૂસી કેસ: અનિલ અંબાણીનો ફોન નંબર હેક થયાની આશંકા,રિપોર્ટમાં થયો ખુલાસો

Social Share

મુંબઈ :પહેલેથી જ મુશ્કેલીઓ અને કર્જમાં ઝઝૂમી રહેલા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. હકીકતમાં હવે પેગાસસ જાસૂસી કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રુપના વરિષ્ઠ અધિકારીનો ફોન પણ કથિત રૂપથી હેક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ લિસ્ટમાં કેટલાક વધુ નામોની સૂચિ બહાર પાડવામાં આવી હતી, જેમાં અનિલ અંબાણીનું નામ પણ છે.

અહેવાલ મુજબ,જે ફોન નંબરોનો અનિલ અંબાણી અને અન્ય રિલાયન્સ અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો,તે નંબર લીક સૂચિમાં સામેલ છે.જેનું વિશ્લેષણ પેગાસસ પરિયોજના સમૂહના મીડિયા ભાગીદારોએ કર્યું હતું.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “અનિલ અંબાણી સિવાય કંપનીના અન્ય અધિકારીઓ, જેમના ફોન નંબરની સૂચિમાં છે, તેમાં કોર્પોરેટ કમ્યુનિકેશન્સના વડા ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ સામેલ છે.” તેમાં એમ પણ કહ્યું હતું કે, અનિલ અંબાણી હાલમાં તે ફોન નંબરનો ઉપયોગ કરે છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી. રિપોર્ટ અંગે હાલમાં એડીએજી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.