નિવૃત્તિ બાદ સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ કરી તો પેન્શન રોકી દેવાશે
દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપનીઓ પર ગાળીયો કસ્યા બાદ કેન્દ્ર સરકારને હવે દેશની આંતરિક સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુપ્ત અને સુરક્ષા સંબંધિત સંગઠનોને અવકાશપ્રાપ્ત અધિકારી મંજૂરી વિના કોઈ પણ સામગ્રી પોસ્ટ નહીં કરી શકે. જો આમ કરશે તો તેમનું પેન્શન અટકાવી દેવાશે. આમ કેન્દ્ર સરકારે પેન્શન નિયમોમાં સંશોધન કર્યું છે.
સંશોધિત નિયમો અનુસાર ગુપ્ત અને સુરક્ષા સંબંધિત સંસ્થાના અધિકારી હવે કોઈ સમગ્રી પ્રકાશિત કરવા માટે પહેલા મંજૂરી લેવી પડશે. જવાબદાર અધિકારીએ આ સમગ્રી સંવેદનશીલ છે કે સંવેદનશીલ નથી. તેમજ આ સંગઠનના ક્ષેત્ર અધિકારીમાં આવે છે કે નહીં. જો ખોટી પોસ્ટથી સંગઠનની છબી ખરાબ થાય તો તેવા અધિકારીની પેન્શન તાત્કાલિક અસરથી અટકાવી દેવાશે.
ડીઓપીટીના કેન્દ્રીય સિવિલ સેવા કાનૂનમાં સંશોધન કરીને એક નિયમ જોડવામાં આવ્યો છે. જે અંતર્ગત સેવાનિવૃત્તિ પર આરટીઆઈ અધિનિયમની બીજી અનુસૂચીમાં સામેલ સંગઠનમાં કામ કરતા અધિકારી-કર્મચારીઓના સંગઠનના પ્રમુખની પૂર્વ મંજૂરી વગર સંગઠનના ડોમેન મુદ્દે સંબંધિત કંઈ પણ પોસ્ટ કરવાની મંજૂરી નહીં અપાય.
સંશોધિત નિયમ જે સંસ્થાઓમાં લાગુ કરાયાં છે. તેમાં ગુપ્તચર એજન્સી, રો, સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલીજેન્સ બ્યુરો, પ્રવર્તન નિદેશાલય, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો, સીબીઆઈ, એવિએશન રિસર્ચ સેન્ટર, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ, ઈંડો-તિબ્બેટ બોર્ડર પોલીસ, સહિતની સંસ્થાઓને સામેલ કરવામાં આવ્યાં છે.