અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યમથક પેન્ટાગને અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર વધુ 3750 સૈનિકોને મોકલ્યા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે જે પણ હોય તે કરવા માટે રિપબ્લિકન કરવા માટે તૈયાર રહે.
પેન્ટાગને રવિવારે એલાન કર્યું હતું કે સીમા પર 3750 વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે. પેન્ટાગન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને 90 દિવસ માટે મોકલવામાં આવ્યા છે. તેઓ દક્ષિણી સીમાની સુરક્ષા અને મિશનને પૂર્ણ કરવા માટે જરૂરી ફોર્સનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે.
અમેરિકા-મેક્સિકોની સરહદ પર પહેલેથી જ 200 સૈનિકો ડ્યૂટી પર તેનાત છે. વધુ સૈનિકોને મોકલવાનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ અને ડેમોક્રેટ્સની વચ્ચે સરહદ પર દિવાલના ફંડિંગને લઈને ગતિરોધ ચાલી રહ્યો છે.
ટ્રમ્પ ઘણીવાર દિવાલ માટે ફંડ નહીં મળવાને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ચિમકી પણ ઉચ્ચારી ચુક્યા છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ આ મહત્વકાંક્ષી યોજના માટે ફંડ એકઠું કરવાના ઉદેશ્યથી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે.
સીબીએસ ન્યૂઝની સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ છે કે તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની નજીક પહોંચી ચુક્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પોલસીનું કઠોર વલણ દેશહિતની વિરુદ્ધ છે અને તેઓ ખરાબ રાજકારણ ખેલી રહ્યા છે. જો ટ્રમ્પ દેશમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરે છે, તો મેક્સિકોની સીમા પર દિવાલ બનાવવાની યોજના માટે ફંડ એકઠું કરવાની તેમની રાહ આસાન થઈ જશે. તેમને સંસદની મંજૂરી વગર જ ફંડ જાહેર કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જશે.
આ પહેલા ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલા શટડાઉનને સમાપ્ત કરતી વખતે કહ્યુ હતુ કે તેઓ આવું માત્ર 15મી ફેબ્રુઆરી માટે જ કરી રહ્યા છે. માટે તેમણે કોઈ સમજૂતી કરી નથી. ટ્રમ્પે કહ્યુ છે કે જો તેમને ફંડ નથી મળતું, તો તેઓ શટડાઉન 15મી ફેબ્રુઆરી બાદ ફરીથી શરૂ કરી શકે છે.
રવિવારે ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે મેક્સિકોથી અમેરિકામાં વધી રહેલા ઈમિગ્રેન્ટ્સ સાથે, મજબૂત સીમા સુરક્ષા માટે જે પણ જરૂરી હોય, રિપબ્લિકને તૈયાર રહેવુ જોઈએ. ડેમોક્રેટ્સ કંઈ કરશે નહીં.
ટ્રમ્પે ચૂંટણી સમયે લોકોને વાયદો કર્યો હતો, જેમાંથી એક ઈમિગ્રાન્ટ્સની સમસ્યાને લઈને પણ છે. મહત્વપૂર્ણ છે કે સીમા સુરક્ષા માટે સરકાર આ દિવાલ બનાવવા માંગે છે. માટે ટ્રમ્પ વહીવટી તંત્રે પાચં અબજ અમેરિકન ડોલર લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું બજેટ આપ્યું હતું. જે પાસ થયું નથી. તેના પછી સરકારે શટડ઼ાઉનનો સામનો કરવો પડયો હતો. તો અમેરિકન કોંગ્રેસના સ્પીકર નેન્સી પોલીએ મેક્સિકો સરહદે દિવાલના નિર્માણને અનૈતિક ગણાવ્યું છે.