દ્વારકા: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાતા દ્વારકાના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના લીધે ઊંચા મોજા ઉછળતા અને દરિયો તોફાની બનતા લોકોને દરિયા કાંઠા વિસ્તારમાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાઈ બીચ પર પોલીસ અને એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટના કિનારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટેની પણ ખાસ સુચના આપવામાં આવી છે. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના હર્ષદ, નાવદરા, રૂપેણ બંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. આ સાથે દ્વારકાના ગોમતીઘાટ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જિલ્લા વહિવટી તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે બરોડાની સીક્સ બટાલિયનના 30 સભ્યોની NDRFની એક ટીમ પણ દ્વારકામાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRF અધિકારી, રાકેશ બિસટના જણાવ્યા પ્રમાણે, વરસાદની આગાહી હતી જેના કારણે અમારી ટીમને અહીં બોલાવી લીધી હતી. અમારી 30 લોકોની ટીમ તમામ સાધનો સાથે તૈયાર છે.