પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. સૌથી વધુ ટ્રાફિકથી શહેરીજનો પરેશાન હોય તો એ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં છે. પાલનપુર પશ્ચિમ પોલીસ પંથકની હદમાં આવતા જુના આરટીઓ સર્કલ પર ટ્રાફિક નિયંત્રણની કામગીરી ન થતી હોવાથી કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં આડેધડ વાહનોને કારણે અને અનિયંત્રણને કારણે શાળાના બાળકો અને કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાય રહ્યા છે. જોકે, એરોમા સર્કલ પર નેશનલ હાઇવે પાલનપુર શહેર તરફથી આવતા વાહનો, ડીસા શહેર તરફથી આવતા વાહનો અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનો જમાવડો થાય છે. પરંતુ ટ્રાફિક નિયંત્રણ યોગ્ય ન હોવાથી અહીંયા પણ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકના નિયમન કરવામાં ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે.
પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના એરોમા સર્કલ તેમજ હનુમાન ટેકરી વિસ્તાર અને જુના ચેકપોસ્ટ નજીક સવાર અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે. શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે-27 જે રાજસ્થાન તરફથી કંડલા અને અમદાવાદ હાઇવે તરફ નીકળે છે. રાજસ્થાન તરફથી આવતાં જ પશ્ચિમ પોલીસ સ્ટેશન જુના RTO સર્કલ તેમજ હનુમાન ટેકરી વિસ્તાર, એરોમા સર્કલ, ગઠામણ પાટિયા સહિતના વિસ્તારમાં સવાર-સાંજ ભારે ટ્રાફિક સર્જાય છે. જેના કારણે આડેધડ વાહનો હાઈવેમાં ઘુસી જતાં મોટા વાહનોની લાંબી કતારો લાગી જાય છે. જેથી લઈ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક નિયંત્રણ યોગ્ય ન હોવાથી અહીંયા પણ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકના નિયમન કરવામાં ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે.