Site icon Revoi.in

લોકો આ કામ કરીને વધારી રહ્યા છે ઘરની શોભા, તમે પણ કરો

Social Share

આજકાલ શહેરમાં લોકો ઘરની શોભા વધારવા માટે જાત-જાતનું કરતા હોય છે. ઘરની સજાવટ માટે કેટલાક લોકો ઘરમાં નવા પ્રકારની વોલ-પેઈન્ટ કરાવતા હોય છે તો કોઈ અન્ય રીતે ઘરની સજાવટ કરતા હોય છે. પણ આ સમયમાં હવે લોકોનું ધ્યાન ટેરેસ ગાર્ડન તરફ વળ્યું છે અને લોકોમાં આજકાલ તેને લઈને ફેશન પણ જોવા મળી રહી છે.

ફ્લેટમાં બાલ્કની કે તેવી જગ્યા પર અથવા બંગ્લોમાં આગળ રહેલી જગ્યા પર લોકો દ્વારા આ પ્રકારે ટેરેસ ગાર્ડન બનાવવામાં આવતુ હોય છે. આ બાબતે આજકાલ તમામ લોકો સ્ટ્રક્ચર એન્જિનયર પાસે સલાહ પણ લેતા હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ટેરેસ ગાર્ડન ઘરમાં વધારે જગ્યા પણ રોકતુ નથી.

છત કે બાલ્કની હકીકતમાં ટેરેસ ગાર્ડનનું કેટલું વજન લેવા સક્ષમ છે. તેની માહિતીને સાથે ભેજની સમસ્યા રોકવામાં પણ મદદ કરે છે. યોગ્ય જગ્યાની પસંદગી કરવી જરૂરી છે. ટેરેસ ગાર્ડનને અનેક રીતે સજાવીને ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. પણ શાકભાજી કે ફૂલ ઉગાડવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે. તમે ઘરની થીમને પણ ટેરેસ ગાર્ડન સાથે જોડી શકો છો.

ટેરેસ ગાર્ડનની સાચવણી પણ અલગ પ્રકારથી કરવી પડે છે. જો તમારા ઘરે પણ ટેરેસ ગાર્ડન લગાવવાની કે બનાવવાની તૈયારી થતી હોય તો આ વાતનું ધ્યાન રાખવુ કે ટેરેસ ગાર્ડનને કોઈપણ પ્રકારના બિલ્ડીંગ એપાર્ટમેન્ટ કોમર્શિયલ બિલ્ડીંગ કે પાર્કમાં બનાવી શકાય છે. આ માટે યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. સૌથી પહેલાં ધ્યાન રાખવું કે જગ્યા ઢોળાવવાળી હોય જેથી પાણી બહાર નીકળી શકે. અહીં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે. જેથી ફુલનો વિકાસ થઈ શકે. આ જગ્યા છોડ અને માટીનું વજન ઊંચકી શકે તેવી સક્ષમ અને મજબુત પણ હોવી જોઈએ.
ટેરેસ ગાર્ડનમાં છોડની સાચવણી અને માટીને ભીની રાખવા માટે એ જગ્યાનું સારી રીતે વોટર પ્રૂફિંગ કરાવવું જરૂરી છે. આથી તેના માટે યોગ્ય મટીરીયલ જ પસંદ કરવું જોઇએ. ટેરેસ ગાર્ડન બનાવ્યા બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. છોડને દરરોજ પાણી નાખો ઓછું વજન ધરાવતા છોડ ટેરેસ ગાર્ડન માટે શ્રેષ્ઠ છે. કારણ કે તેમના મૂળિયા જમીનમાં ક્ષાર પેદા થવા દેતા નથી.