Site icon Revoi.in

રાજકોટમાં લોકમેળાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, આ વર્ષે આ વસ્તું હશે નવી

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જે મ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

તા. ૨૭ જુલાઈના રોજ રમકડાં(બી), ખાણીપીણી(સી) તેમજ હાથથી ચાલતી ચકરડી (જે,કે૧ તથા કે૨) સ્ટોલની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે.

અન્ય પ્રકારના સ્ટોલ માટે તા. ૨૮,૨૯,૩૦ જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. વિવિધ સ્ટોલ તેમજ રાઇડસ્ માટે આ વર્ષે ૩૬૪ સ્ટોલ ૧૯૧૬ અરજીઓ આવેલ છે.

આ લોકમેળામાં રમકડાના ૨૧૦ સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના ૧૪ સ્ટોલ તેમજ મોટા ૨ સ્ટોલ તથા આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ ૪૪ સ્ટોલ, ચકરડીઓ માટે ૫૨ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે ૨૬ સ્ટોલ રહેશે. તેમ નાયબ મામલતદાર એચ.ડી.દુલેરાની યાદીમાં જણાવાયુ છે.

લોકમેળામાં આમ તો સવારથી જ એટલે કે વિધિવત રીતે ખૂલ્લો મુકાય તે પહેલા જ  શહેરીજનો દેખાવા લાગ્યા હતાં. સ્ટોલ્સમાંથી ખરીદી અને ખાણી પીણી થતી જોવા મળી હતી. સાંજે લોકમેળો વિધિવત રીતે ખૂલ્લો મૂકાયા બાદ મેળો માણવા લોકો ઉમટવા લાગ્યા હતાં. રાત્રિ સુધીમાં આશરે ૨૦થી ૨૫ હજાર લોકોએ મેળો માણ્યાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

લોકમેળો એ મનોરંજનનું માધ્યમ છે. દુ:ખ, દર્દ, મકાન ભલે થોડી વાર માટે પણ દૂર કરી નવી આશા – ઉમંગ જગાવે છે. એટલે જ તો ગરીબથી લઈ શ્રીમંત, અબાલથી લઈ વૃધ્ધ આ લોકમેળામાં ઉમટે છે અને આનંદ ભરીને ઘરે પરત ફરે છે.