Site icon Revoi.in

આવી બેદરકારીથી વધારે ફેલાઈ શકે છે કોરોના, લોકો ખીલની સમસ્યા માટે માગી રહ્યા છે ઈ-પાસ

Social Share

પટના: દેશમાં કોરોનાવાયરસનો કહેર દરેક રાજ્યમાં વર્તાઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવે છે પરંતુ લોકોને બેદરકારી પણ કોરોનાવાયરસ વધારે ફેલાવવાનું કારણ બની શકે છે. હાલ હવે એવી ઘટના સામે આવી છે કે જેને જોઈને તમે પણ કહેશો કે આવી બેદરકારી તો ના હોવી જોઈએ.

કોરોનાને કારણે બિહારમાં લોકડાઉન અને અન્ય રીતે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને તે 15 મે સુધી રહેશે. આવા સમયમાં અતિઆવશ્યક કામ માટે બહાર નીકળવુ હોય તો લોકોએ ઈ-પાસ લેવો પડે છે પણ લોકો બહાર નીકળવા માટે નવા નવા બહાના શોધી રહ્યા છે. બિહારના પુર્ણિયાના ડીએમ રાહુલ કુમારે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે લોકો ચહેરા પર ખીલની સમસ્યા બતાવીને ઈ-પાસ માગી રહ્યા છે.

આ બાબતે રાહુલ કુમારે કટાક્ષમાં કહ્યું કે ખીલની સમસ્યાનો ઈલાજ પછીથી પણ થઈ શકે છે, રાજ્યમાં કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને રાજ્યમાં લોકડાઉન છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોને અપીલ કરી છે કે સંક્રમણને રોકવા માટે આ પ્રકારના નિર્ણય જરૂરી છે. આવામાં તમામ લોકો નિયમોનું પાલન કરવુ જરૂરી છે. બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 13થી 14 હજાર કેસ નોંધાઈ રહ્યા છે અને રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો સવા લાખ પહોંચી ગયો છે.