Site icon Revoi.in

સહારાની ચિટ ફંડ યોજનાઓમાં ફસાયેલા લોકોના પોતાના પૈસા પાછા મળશે, SCએ કેન્દ્ર સરકારને ચૂકવણી માટે આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ-  દરેક લોકો ખરાબ સમય માટે પૈસા બચાવે છે. નોકરીનો વ્યવસાય હોય કે વેપારી, દરેક વ્યક્તિ બચત માટે આવી યોજનાઓમાં પૈસા રોકવા માંગે છે, જેમાં તેમને મહત્તમ વળતર મળે. એક સમયે સહારા ઈન્ડિયા પણ આવી જ યોજનાઓ ચલાવતી હતી.

આજ રીતે બચતના હેતુથી દેશભરમાં કરોડો લોકોએ સહારા ગ્રુપની કંપનીઓમાં આંખ આડા કાન કર્યા હતા. તેમને મુદ્દલ રકમ માટે પણ અવાર-નવાર ઠોકર ખાવી પડતી હતી જો કે હવે આ બાબતે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે.

સહારાની ચિટ ફંડમાં જે લોકોના પૈસા ફસાયા હતા તેમના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફંડનાી યોજનાઓમાં પૈસા ફસાયેલા લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ રોકાણકારોને સેબી-સહારા ફંડમાંથી 5,000 કરોડ રૂપિયા છૂટા કરવાની મંજૂરી આપી છે. રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના અન્ય એક કેસમાં 2012માં બનાવવામાં આવેલા આ ફંડમાં લગભગ 24 હજાર કરોડ રૂપિયા જમા છે.

જીવનભરની કમાણીનું રોકાણ કરનારા રોકાણકારો પરેશાન થયા ગતા ત્યારે હવે તેમણે રહાતના શઅવાસ લીધા છે.શભરના લાખો રોકાણકારોના નાણાં સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે જે હવે પાછા મળી શકશે.