Site icon Revoi.in

સુરતમાં બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે

Social Share

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સર્વે અને ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. સુરતમાં હવે બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે અને જો તેમનામાં લક્ષણો દેખાશે તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં અત્યાર સુધી 6 લોકોમાં યુકે અને આફ્રિકન સ્ટેઇન મળ્યો છે. તેથી વધુ સાવચેતીની જરૂર છે.

કોરોનાના કેસોના રાફડો ફાટતા ગુજરાત સરકારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ ઓનલાઈન બેઠકમાં સુરત મનપાના કમિશનર બંછાનિધિ પાની જોડાયા હતા. આ ઉપરાંત સુરત મનપા કમિશનરે કાપડ બજારની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ટેસ્ટિંગ અને વેક્સીનેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સુરતના લોકો સાવચેતી રાખે તે હાલ બહુ જ જરૂરી છે. સ્કૂલ-કોલેજ, બાગ-બગીચા બંધ કરાવ્યા છે. કાપડ માર્કેટ, હીરા બજારમાં સંક્રમણ વધ્યું છે. તેથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો કે, સુરતમા બહારથી આવતાં લોકોએ સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. જો લક્ષણો દેખાય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. સુરતમાં અત્યાર સુધી 6 લોકોમાં યુકે અને આફ્રિકન સ્ટેઇન મળ્યો છે. સુરતમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરાયો છે. ટેસ્ટની સંખ્યા આઠ હજારથી વધારીને 16 હજાર કરવામાં આવી છે.