- કેજરીવાલ સરકારનો નવો આદેશ
- દિલ્હી આવનાર લોકોને 14 દિવસનું ફરજિયાત ક્વોરેન્ટાઇન
- આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લોકોને આ નિયમ લાગુ
આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતા લોકોને 14 દિવસ સુધી જરૂરી ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ગુરુવારે દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં આ વાત કહી હતી. આદેશમાં જણાવાયું છે કે, જેમણે કોવિડ -19 વિરોધી રસીના બંને ડોઝ લીધા છે. અથવા જેમનો આરટી-પીસીઆર રિપોર્ટ ‘નેગેટિવ’ છે, તેઓએ સાત દિવસની ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. જો કે, આ રિપોર્ટ 72 કલાક કરતાં પહેલાંનો ન હોવો જોઈએ.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આદેશમાં કહ્યું છે કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કોરોના વાયરસ સંક્રમણના વધુ કેસ મળી આવ્યા છે. અને તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી છે. ડીડીએમએએ કહ્યું કે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી વિમાન, ટ્રેનો, બસો અથવા કાર દ્વારા આવતા લોકોના સંદર્ભમાં સાવધાની રાખવાની જરૂર છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી આવતા લોકોને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 14 દિવસ સુધી શરૂ કરવામાં આવેલી સરકારી ક્વોરેન્ટાઇન અથવા પેઇડ ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે. હોટેલો, ગેસ્ટ હાઉસને પણ બંને રાજ્યોથી આવતા લોકોને સંબંધિત ઓર્ડરનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.