અંગ્રેજીમાં જે કાયદાકીય સુનાવણી થાય છે તે લોકો સમજી શકતા નથી:મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમના
- દેશની ન્યાય વ્યવસ્થા અંગે મુખ્ય ન્યાયમૂર્તિને ચિંતા
- કહ્યું દેશમાં અંગ્રેજીમાં થતી સુનવણીને લોકો નથી સમજી શકતા
- દેશમાં હજુ પણ ગુલામીના સમયની ન્યાય વ્યવસ્થા
દિલ્હી: દેશમા ચાલી રહેલીની ન્યાયની વ્યવસ્થા પર ન્યાયમૂર્તિ એનવી રમનાએ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સિલના ન્યાયમૂર્તિ એમએમ શાંતનગૌદરને શ્રદ્ધાંજલિ આપવા ત્યારે તેમણે કહ્યું કે દેશમાં હજુ પણ ગુલામીના સમયની ન્યાય વ્યવસ્થા યથાવત છે.
આગળ તેમણે ઉમેરતા કહ્યું કે કદાંચ દેશની પ્રજા માટે આ યોગ્ય નથી. ભારતની સમસ્યાઓ અંગે કોર્ટની વર્તમાન કાર્યશૈલી ફિટ બેસતી નથી. રમનાએ કહ્યું કે કોઈ પણ ન્યાય વ્યવસ્થામાં સૌથી મહત્વનું સ્થાન કેસ દાખલ કરનાર વ્યક્તિનું હોય છે. કોર્ટની કાર્યવાહી પારદર્શક અને જવાબદારીથી ભરેલી હોવી જોઈએ. ન્યાયમૂર્તિઓ અને વકીલોની ફરજ છે કે તેઓ એવો માહોલ તૈયાર કરે કે જે આરામદાયક હોય.
બાર એન્ડ બેંચના મતે CJI રમનાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોના લોકો અંગ્રેજીમાં જે કાયદાકીય પ્રક્રિયા થાય છે તેને સમજી શકતા નથી. માટે તેમણે વધારે પૈસાનો વ્યય કરવો પડે છે. સામાન્ય નાગરિકોએ કોર્ટ અને ન્યાયમૂર્તિઓથી ડર રાખવાની જરૂર નથી.
ન્યાયમૂર્તિ રમનાએ ન્યાયમૂર્તિ શાંતનગૌદરને યાદ કર્યાં. તેમણે કહ્યું કે ન્યાયમૂર્તિ શાંતનગૌદર સામાન્ય લોકોની જરૂરિયાતોને સમજતા હતા. ન્યાય મૂર્તિ શાંતનગૌદરે દેશની ન્યાયવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશે સામાન્ય નાગરિકોના હિતની પૂરી કાળજી રાખનાર ન્યાયમૂર્તિને ગુમાવ્યા છે. તેઓ પ્રેક્ટિસ કરતી વખતે ગરીબો અને વંચિતોના કેસને રજૂ કરવામાં રસ ધરાવતા હતા. તેમના ચુકાદા સામાન્ય અને પ્રેક્ટિકલ હતા.