ભૂજઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાનું તેના નિર્ધારિત સમય કરતા વહેવા આગમન થયુ છે. વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠા વહી રહી છે. અને ઝરણાઓ પણ ખળખળ વહેવા લાગ્યા છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કી. મી. દૂર કડીયા ધ્રો અને પાલરઘુના ધોધ 2 ઇંચ વરસસના પગલે ખળખળ વહી નીકળ્યો હતો. કુદરતી કોતરકામ ધરાવતા આ બંને ધોધ જોશભેર વહેતા પાલર પાણીથી ખીલી ઉઠ્યો હતો. ન માત્ર પ્રકૃતિપ્રેમી પરંતુ સૌ કોઈ લોકોને આ નજારો અભિભૂત કરનારો બની રહે છે. નખત્રાનાથી 15 કી મી. દૂર પાલરઘુના ધોધ તેના કુદરતી કોતરકામ અને તેમાં જોશભેર વહેતા વરસાદી પાણીના કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સારા વરસાદ બાદ ઊંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઉમટી પડ્યા હતા. કુદરતી નજારો સર્જાતા નજીકના વિસ્તારોમાંથી લોકો આ સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચી ગયા હતા.
ભુજથી 25 કી. મી. દૂર આવેલા નખત્રાણા તાલુકાના કડિયા ધ્રો વરસાદ બાદ વહી નીકળ્યો છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને 25 હજાર મીટરની ત્રિજ્યા વાળા આ સ્થળે વરસાદી પાણીની આવકથી નજારો રમણિય બની ગયો છે. દર ચોમાસે આ સ્થળે વહેતા ખીણમાં પડતા ધોધથી બેનમૂન સ્થળ બની જાય છે. માત્ર કચ્છના જ નહીં પરંતુ દર વર્ષે અહીં દેશભરમાંથી પર્યટકો વરસાદના પગલે કુદરતી સૌંદર્ય નિહાણવા ઉમટી પડે છે. આ ધોધનું પાણી નિરોના ડેમમાં એકત્ર થાય છે. ડેમના પાણી દ્વારા આ વિસ્તારના ખાસ કરીને લઘુમતી સમાજના સમેજા કુળના લોકો ખેતી કરતા આવ્યા છે. અહીં આવતા સહેલાણીઓને સ્થાનિક લોકો દરેક રીતે મદદરૂપ થતા રહે છે.