Site icon Revoi.in

કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોની મદદ આવ્યાં વિવિધ સમાજના લોકો, કિંમતી વસ્તુઓનું કર્યું દાન

Social Share

અમદાવાદઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના અવસાન થયા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અનાથ બાળકોની જવાબદારી જે તે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે. બીજી તરફ વિવિધ સમાજ આવા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આગળ આવી રહ્યાં છે. તેમજ અનાથ બાળકો માટે હીરાની વીંટી-ઘડીયાળ વગેરે જેવી કિંમતી વસ્તુઓનું દાન કરી રહ્યાં છે. આ કિંમતી વસ્તુઓની હરાજી કરી મળેલા નાણાંનો ઉપયોગ આવા બાળકોમાં ભવિષ્યના ઘડતર માટે થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પર્યાવરણ તેમજ યમુના સંરક્ષણ માટે કાર્યરત સંગઠન દ્વારા દેશનાં ખુણે-ખુણેથી અનાથ બાળકોની મદદ માટે આ પ્રકારની ચીજવસ્તુઓને એકઠી કરવામાં આવી રહી છે.  સમાજમાં આગેવાનો, એમ્સનાં તબીબો, વિદ્યાર્થીઓ, વેપારીઓ,ચિત્રકાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સુરક્ષા કર્મીઓ તેમજ ડ્રાઈવરો પણ મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. આ સેવાકાર્યમાં જોડાયેલા અનિલ ગુપ્તાએ જણાવ્યુ હતું કે ‘અનાથ બાળકોની મદદ કરવા માટે આ પ્રકારની પહેલ કરવામાં આવી છે.’હાલ અલગ અલગ સ્થળેથી દાનમાં મળેલી ચીજવસ્તુઓને એકત્રીત કરવામાં આવી રહી છે અને 27 જુન આસપાસ આ તમામ ચીજવસ્તુઓની હરરાજી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે દાન માટે એકત્રીત થયેલી ચીજવસ્તુઓમાં અતિ કિંમતી વસ્તુઓથી લઈને પેન, સોલ, સંગીતના વાદ્યો, કપડા અને કેમેરા સહિત અનેક ચીજવસ્તુઓ સામેલ છે. અક્ષિતા નામની એક કોલેજની વિદ્યાર્થીનીએ પોતાની હીરાની વીંટી દાન કરી છે તો પ્રાઈવેટ કંપનીના સુરક્ષા કર્મીએ કપડા, ડ્રાઈવરે સંગીત વાદ્ય, ડોકટરે કપડા અને ઘડીયાળ આપી છે. દિલ્હીનાં ચિતરંજન પાર્કમાં રહેતા નાણા મંત્રાલયનાં સેવાનિવૃત કર્મચારી એસ.ડી.રોયે 21 વર્ષ જુનુ કલ્પવૃક્ષ દાનમાં આપ્યું છે. આ વૃક્ષને તેમણે પોતાનાં ઘરની છત પર લગાવ્યુ હતું.