સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાએ ભાજપના વિકાસ કાર્યોને આપ્યુ ટ્રિપલ-એ સર્ટિફિકેટઃ નીતિન પટેલ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ પ્રજાની યુનિવર્સિટીએ ભાજપના વિકાસ કાર્યોને ધ્યાનમાં આપીને ટ્રીપલ એ સર્ટીફિકેટ આપ્યું છે. લોકડાઉન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કામગીરીને ધ્યાનમાં રાખીને મતદારોએ જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રજાએ ભાજપને વિજયી બનાવી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં સરકારે મફત અનાજ, મફત સારવાર અને અર્થિક મદદ કરી હતી. લોકડાઉન સમયે રાજ્યમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેનું ધ્યાન સરકારે રાખ્યું છે. સરકારે 3.36 કરોડ લોકોને 6 વખત વિના મુલ્યે અનાજ આપ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 67 લાખ 38 હજાર પરિવારોને લોકડાઉન વખતે 1 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જે બેંક ખાતામાં સીધા જમા કરાવ્યા હતા. ભાજપ સરકારની આ કામગીરીને કારણે જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા સતત વિકાસના કામોને પણ નજરઅંદાજ નથી કર્યાં. પ્રજાની યુનિવર્સિટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ટ્રીપલ એ સર્ટીફિકેટ આપ્યું છે. વિકાસ કાર્યોમાં કોઈ કચાસ રાખવામાં આવતી નથી. આગામી દિવસોમાં વિકાસ કાર્યોને વધારે તેજ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી વિધાનસભા ગૃહમાં સરકારનું બજેટ રજૂ કર્યું હતું. તેમજ અનેક વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી તરીકે નીતિન પટેલે આજે નવમી વખત બજેટ રજૂ કર્યું હતું.