1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ, મફતમાં પણ લોકો વેક્સિન માટે આવતા નથી
ગુજરાતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ, મફતમાં પણ લોકો વેક્સિન માટે આવતા નથી

ગુજરાતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવામાં લોકોની આળસ, મફતમાં પણ લોકો વેક્સિન માટે આવતા નથી

0
Social Share

અમદાવાદઃ કોરોના કાબૂમાં આવી જતા હવે લોકોમાં ભય અને ગભરાટ પણ દૂર થઇ ગયો હોય છે. ત્યારે બીજીબાજુ લોકો કોરોના સામેની વેક્સિન લેવામાં પણ આળસ દાખવી રહ્યા છે. સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, અને આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. પણ બુસ્ટર ડોઝ લેવા માટે લોકોમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. રાજ્યમાં 100માંથી 1 વ્યક્તિએ પણ બૂસ્ટર ડોઝ લીધો નથી. 18થી 59 વર્ષના લોકો માટે 10મી એપ્રિલથી પ્રિકોશ્નરી (બૂસ્ટર) ડોઝ આપવાનું શરુ થયું છે. અત્યાર સુધીમાં માત્ર 29507 લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે જે ટકાવારીની દ્રષ્ટિએ 0.76 ટકા થવા જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 4.23 લાખ લોકો બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર હોવા છતાં માત્ર 11768 લોકો જ બુસ્ટર ડોઝ લેવા માટે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં 60411માંથી માત્ર 64 લોકોએ બૂસ્ટર ડોઝ લીધા છે. કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પીટલો મારફત બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી અને તે માટે રસીનો રૂા. 225નો ભાવ પણ જાહેર કર્યો હતો. હોસ્પીટલોને 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ લેવાની છુટ્ટ આપી હતી. કોરોના રસીનો બીજો ડોઝ લીધાના નવ મહિના પછી આ બુસ્ટર ડોઝ લઇ શકાય છે.
રાજ્યનાં આરોગ્યવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કે હવે નાના આરોગ્ય કેન્દ્રોને પણ બૂસ્ટર ડોઝ પણ આપવાની વ્યવસ્થા કરવા કહેવાયું છે એટલે આવતા દિવસોમાં ઝડપ વધશે. રસપ્રદ વાત એ છે કે સરકાર દ્વારા 60થી વધુ ઉંમર ધરાવતા સીનીયર સીટીઝન તથા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને બુસ્ટર ડોઝ મફતમાં આપ્યો હતો. 58.73 લોકોએ આ ડોઝ લઇ લીધો છે. 44.36 લાખ લોકો તેમાં પાત્ર હતા તે પૈકીના 2605 લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. આરોગ્ય વિભાગના સુત્રોએ કહ્યું કે કોરોના રસી કાયમી ધોરણે મફત મળે તે માનવું વધુ પડતું છે. ગરીબ લોકો માટે કોર્પોરેટ કંપનીઓને મદદ કરવા કહેવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code