રાજકોટમાં દિવાળીની ધૂમ તૈયારીઓ, રાત્રે લાઈટોથી જગમગી ઉઠે છે શહેર
- દિવાળીની રાજકોટમાં જોરદાર તૈયારી
- શહેરમાં અલગ જોવા મળે છે રાત્રીનો નજારો
- લાઈટોથી ચમકી ઉઠે છે સમગ્ર શહેર
રાજકોટ: દિવાળીનાં તહેવારને થોડો સમય બાકી છે, ત્યારે રાજકોટમાં રાત્રી લાઇટિંગની રોશનીનો અદભૂત નજારો જોવાં મળી રહ્યો છે. શહેરમાં મોટા શોપિંગ મોલ અને મોટા કોમ્પ્લેક્સો પર લાઇટિંગની રોશનીઑ ગોઠવવામાં આવી છે જાણે કે દિવાળીમાં જેમ આકાશમાં આતશબાજી થાય છે અને આકાશ રંગબેરંગી આતશબાજીથી છવાઈ જાય છે તેજ પ્રમાણે શહેરમાં કોમ્પલેક્ષ અને શોપિંગ મોલો આતશબાજી રૂપી લાઇટિંગની રોશનીથી છવાઈ ગયાં છે..આમ,આખું રાજકોટ રોશનીથી જગમગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ મહામારીના કારણે તમામ લોકોએ ગત વર્ષે દિવાળીના તહેવારથી વંચિત રહેવું પડ્યું હતુ. તહેવારમાં એટલો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો નહી, પણ આ વખતે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા યોગ્ય પગલા અને વેક્સિનેશનની ગતિના કારણે કોરોનાવાયરસના કેસ ઓછા થયા છે અને આ વખતે તહેવાર સારો રહે તેને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં વેક્સિનેશનના પ્રોગ્રામને લઈને સકારાત્મક સમાચાર આવ્યા હતા જેમાં મોટા ભાગના લોકોને પહેલો વેક્સિનનો ડોઝ મળી ગયો છે તેવી વાત કરવામાં આવી હતી.