- શહેરમાં ૨૫ સ્થળોએ બનશે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા
- ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મનપાનો નવો પ્રયાસ
- પ્રથમ સ્માર્ટ પાર્કિંગ ઢેબર રોડ, નાગરિક બેન્ક પાસે બન્યું
રાજકોટ: દિવસે ને દિવસે વધતો જતો ટ્રાફિક લોકો માટે સમસ્યા બની રહ્યો છે. નવા વાહનો સતત શહેરોના રોડ પર વધી રહ્યા છે ત્યારે રાજકોટ મનપા દ્વારા આ બાબતે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સ્માર્ટ પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના 25 સ્થળો પર સ્માર્ટ પાર્કિગ બનશે.
આ ઉપરાંત સ્માર્ટ સીટી અંતર્ગત પાર્કિંગની વ્યવસ્થા કરાશે. જે અંતર્ગત લોકો વાહનો પાર્ક કરવા ઓનલાઈન બુકીંગ કરી શકશે. મહત્વનું છે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નવીન પ્રયાસ હાથ ધરાયો છે. તો પ્રથમ સ્માર્ટ પાર્કિગ શહેરના ઢેબર રોડ અને નાગરિક બેન્ક પાસે બનાવવામાં આવ્યું છે.
વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન પણ સ્લોટ બુક કરી શકશે. વાહન પાર્ક કરવા માટેનો ચાર્જ પાર્કિંગ પોલીસી મુજબ ઓનલાઈન અને ઓફલાઈન પે કરી શકાશે. ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અન્ય થર્ડ પાર્ટી દ્વારા પણ ઓનલાઈન ચાર્જ ભરી શકાશે. સ્માર્ટ પાર્કિંગ ખાતે એલ.ઇ.ડી. સ્કીન રાખવામાં આવશે તેના પર થી પણ સ્માર્ટ પાર્કિંગમાં જગ્યા છે કે નહી તે જાણી શકાશે.
તે વાતમાં કોઈ શંકા નથી કે આ કાર્યથી શહેરમાં વધતા ટ્રાફિકની સમસ્યામાં થોડો અથવા જોરદાર ફરક આવી શકે છે, સાથે લોકોને રાહત તો મળશે.