- બ્રિટનમાં લોકો પોતાના વજનથી પરેશાન
- ઈન્જેક્શનથી ઘટાડી રહ્યા છે લોકો વજન
- ઈન્જેક્શનની આ રીતે થશે અસર
કેટલાક લોકો પોતાના વજનને લઈને હંમેશા પરેશાન રહેતા હોય છે. લોકો દ્વારા તેના માટે અનેક પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પણ બ્રિટનમાં આ મુદ્દે અલગ જ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રિટનમાં મોટાભાગની વસ્તી પોતાના વધારે વજનના કારણે પરેશાન છે ત્યારે હવે બ્રિટનમાં લોકોનું વજન ઘટાડવા માટે અલગ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકોનું વજન હવે ઈન્જેક્શન દ્વારા ઘટાડી શકાશે. બ્રિટનમાં દર અઠવાડિયે આવા લોકોને ઈન્જેક્શન આપવાની તૈયારી ચાલી રહી છે. આ ઈન્જેક્શનના કારણે લોકોને ભૂખ ઓછી લાગશે અને તેઓ ઓછું ખાશે. આ ઈન્જેક્શન લોકોને વજન ઘટાડવામાં મદદ કરશે.
અહેવાલ મુજબ આ ઈન્જેક્શન ટ્રાયલ દરમિયાન અસરકારક સાબિત થયું છે. આ પ્રકારની સારવારને સેમાગ્લુટાઇડ કહેવામાં આવે છે. સેમાગ્લુટાઇડ વાસ્તવમાં એક પ્રકારની દવા છે જે ભૂખને દબાવીને કામ કરે છે. જ્યારે આ દવા ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે, ત્યારે તે ખોરાક ખાધા પછી મુક્ત થતા હોર્મોનની નકલ કરે છે. આ હોર્મોનને Glucagon-Like Peptide-1 (GLP-1) કહેવામાં આવે છે. જ્યારે તેને ઇન્જેક્શન આપવામાં આવે છે, ત્યારે લોકોને ભૂખ ઓછી લાગે છે અને તેઓ ઓછું ખાય છે. પરિણામે તેમનું વજન ઓછું થવા લાગે છે.
ટ્રાયલ દરમિયાન સામે આવ્યું કે જો આ ઈન્જેક્શનને હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝની સાથે આપવામાં આવે તો 68 અઠવાડિયામાં સરેરાશ 12% વજન ઘટે છે.