Site icon Revoi.in

આ દેશમાં લોકો આર્થિક રીતે મધ્યમ વર્ગના છે,તો પણ અહીં બધા ખુશ છે

Social Share

દુનિયામાં કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં એટલા ખાસ પ્રમાણમાં રૂપિયા તો નથી પરંતુ અહિંયા બધા ખુશ છે. આ દેશમાં જનસંખ્યા પણ ઓછી છે અને સૌથી ખુશહાલ દેશોની યાદીમાં World Happiness Report 2022માં સૌથી ઉપર છે.

દુનિયાનો એક વિસ્તાર છે સ્કેંડિનેવિયા અથવા નૉર્ડિક પ્રાયદ્વીપનું ક્ષેત્ર. અહીંના ઘણાં દેશો દુનિયાના સૌથી ખુશહાલ રહે છે. ‘ફિનલેન્ડમાં જન્મ લેવો એ જેકપોટ જીતવા સમાન છે’… દુનિયાના સૌથી ખુશહાલ દેશ ફિનલેન્ડમાં આ કહેવત પ્રખ્યાત છે. દુનિયાનો કયો દેશ કઈ હાલતમાં છે એનાથી નક્કી થાય છે કે ત્યાંના લોકોના જીવનમાં કેટલી ખુશહાલી છે. આ વર્ષનાં World Happiness Report 2022 અનુસાર ફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે દુનિયાનો સૌથી ખુશ-સુખી-હેપ્પીએસ્ટ દેશ તરીકે પસદંગી પામ્યો. જ્યારે 146 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી પાછળ છે.

દુનિયાના મોટા ભાગના ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોમાં સામાન્ય લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘુ શિક્ષણ, મોંઘી સારવાર, પરિવહન અને મોંઘા સાધન અને રોજ મોંઘી થતી ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરવાની છે. પરંતુ ફિનલેન્ડ જેવા સ્કેંડિનેવિયન-નોર્ડિક ક્ષેત્રના દેશોમાં સિસ્ટમ ઘણી અલગ છે. અહીં શિક્ષા, હેલ્થકેર જેવી જરૂરિયાતો સરકાર તરફથી કાં તો એકદમ મફત હોય છે અને કાં તો નજીવી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ ઉપરાંત સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ પોલિસિંગ સિસ્ટમ, માનવાધિકારનું યોગ્ય નિયમન, ઉચ્ચ આવક લેવલ, ઓછા ભ્રષ્ટાચા જેવી વ્યવસ્થા કડક કાયદા અને મજબૂત સિસ્ટમ સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે. જેનાથી સામાન્ય લોકોનું જીવન પણ ઘણું સરળ બની જાય છે. ફિનલેન્ડની 90 ટકાથી વધુ આબાદીનું જીવન દરેક દ્રષ્ટિકોણથી સંતુલિત ગણવામાં આવે છે. આ કોઈપણ સમાજ માટે યોગ્ય પરિસ્થિતિ કહી શકાય છે.

આ જ બધા કારણોથી ફિનલેન્ડ, ડેનમાર્ક, નૉર્વે જેવા દેશોને દુનિયામાં Happiest Zone કહેવામાં આવ્યા છે.