- ગામમાં ફક્ત 923 લોકો જ છે બાકી
- લોકો આ લાભોને લીધે ફ્રી માં આપી રહ્યા છે જમીન
- સંપત્તિ હસ્તગત કરવા માટે પૂરી કરવી પડશે શરતો
દુનિયામાં ઘણા એવા લોકો છે. જે જીવનભર સંપત્તિ એકઠી કર્યા પછી પણ સંતોષ મેળવતા નથી. તો બીજી તરફ ઇટલીના Molise માં Castropignano એક એવું ગામ છે, જ્યાં લોકો તેમના ખાલી ગામને ફરીથી વસાવવા માટે તેમની મિલકતો દાનમાં આપી રહ્યા છે. લોકોને આશા છે કે, ફ્રી સંપત્તિ મળ્યા બાદ બહારના લોકો તેમના ગામમાં સ્થાયી થવા માટે પ્રેરિત થશે અને તે ગામ ફરી વસી જશે.
એક સમાચાર મુજબ, ઇટલીના Moliseની એક ટેકરી પર સ્થિત Castropignano નામના ગામમાં ફક્ત 923 લોકો બાકી છે. ત્યાં 14મી સદીમાં બનેલું એક કાસલ એટલે કે રહેઠાણનું પ્રાચીન સ્થળ પણ છે. અહીં બચેલા લોકો તેમના ગામને ફરીથી વસવાટ કરવા માટે તેમની જમીન નિ:શુલ્ક અથવા એક લીરા એટલે કે ઇટલીની કરન્સીમાં વેચવાની ઓફર કરી રહ્યા છે. આ પ્રકારની સ્કીમ આસપાસના પહાડી ગામમાં પણ ચાલી રહી છે.
લોકોનું માનવું છે કે, જો સંપત્તિ વિનામૂલ્યે આપવાની યોજના સફળ થાય છે, તો તેમને ત્રણ ફાયદા થઈ શકે છે. આ સાથે Castropignano માં ફરીથી લોકો વસી શકે છે અને ગામનો વિકાસ થઈ શકે છે. અન્ય દેશની આર્થિક પ્રગતિમાં ફાળો વધશે. ત્રીજો અને અંતિમ ફાયદો એ થશે કે, ગામમાં નવા લોકોના આગમન સાથે ભાઈચારો વધશે.
અહીં લોકોએ નિ:શુલ્ક અથવા નામમાત્રના શુલ્ક પર જમીન લેવાનો વિચાર કરતા લોકોને સંપત્તિ સ્થાનાંતરિત કરવા માટે કેટલીક શરતો લાગુ કરી છે. આ હેઠળ અહીંની સંપત્તિ હસ્તગત કરવા ઇચ્છુક વ્યક્તિ ઇટલી,યુરોપ અથવા નોન-યુરોપિયન હોઈ શકે છે. પરંતુ તે ઇટલીના ચેમ્બર ઓફ કોમર્સમાં નોંધાયેલ હોવું જરૂરી છે. આ સાથે જ સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી કાર્યોમાં પણ તેમનો ફાળો હોવો જોઈએ. તે કોઈપણ બેંકમાંથી નાદાર ન હોવું જોઈએ
જો તમારે Castropignano ગામમાંથી સંપતિ લેવી છે. તો મેયર Nicola Scapilati ને પત્ર લખીને તે ઘરોને ફેમીલી હોમ અથવા ટૂરિસ્ટ ડેસ્ટીનેશન અથવા બિઝનેસના ઉપયોગમાં વાપરવાની મંજૂરી માંગવી પડશે. આ મંજુરી મળ્યા બાદ તમે બધી લીગલ ફીસ ચૂકવીને છ મહિનામાં સંપતિને રીનોવેટની યોજના માટે મંજુરી આપશો. આ યોજનાને મંજૂરી મળ્યાના 2 મહિનામાં તે મકાનોમાં રીનોવેશન શરૂ કરવાની રહેશે. જેમને અહીં નિ: શુલ્ક સંપત્તિ મળશે, તેઓને 2 હજાર લીરા સિક્યુરિટી મની તરીકે જમા કરાવા પડશે. જે 3 વર્ષ પછી પરત આવશે.
_Devanshi