રાજકોટ: આજી ડેમ ચોકડીથી ગોંડલ હાઈવે તરફ જતા કિસાન ગૌશાળા પાસે 47 એકરની વિશાળ હરિયાળી જમીનમાં દિવ્ય રામવનના દ્વાર પ્રજાજનો માટે ખુલ્યા બાદ જાણવા મળી રહ્યું છે કે રામવન લોકો ખુબ પસંદ આવી રહ્યું છે. જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 2.5 જેટલા લોકોએ આ જગ્યાની મુલાકાત લીધી છે અને તેમાંથી 25 હજારથી વધુ બાળકોએ મુલાકાત લીધી છે.
ગત મહિને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતુ કે અર્બન ફોરેસ્ટ કે જેને રામવન નામકરણ થયું છે તેનાથી શહેરોની ઓક્સીજનની જરૂરિયાત પૂરી થાય છે, છોડમાં રણછોડ,પૂષ્પમાં પરમેશ્વર આપણી સંસ્કૃતિ સાકાર થાય છે. પર્યાવરણ રક્ષા પર ભાર મુકી તેમણે કહ્યું કે આજે રાજકોટમાં 23 ઈલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કરાયું છે, રાજ્ય સરકાર જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રીક વાહનો વધારવા માંગે છે.