- મોરબી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવશે
- પંચમહાલ તરફ જવા માટે દોડાવશે એક્સ્ટ્રા બસો
- દિવાળીના પર્વને ધ્યાને લઈને લેવાયો નિર્ણય
મોરબી: દિવાળીના તહેવાર પર લોકોનું આમ તો ફરવા જવાનું પ્લાન હોય છે તો કેટલાક લોકોનું પોતાના વતન પરત ફરવાનું પ્લાન હોય છે. મોટા ભાગના લોકો બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે મોરબી એસટી ડેપો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે મોરબીમાં રહેતા લોકોને ફાયદો થશે.
દિવાળીના તહેવાર નિમિતે મોરબી ડેપો દ્વારા તા. 28 ઓક્ટોબર થી ૩ નવેમ્બર સુધી પંચમહાલ તરફ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ રાજકોટ અને જામનગર તરફ જતી એક્સ્ટ્રા બસો મળી રહેશે.તે ઉપરાંત સિરામિક ફેક્ટરી યુનિટ સંચાલકોને પોતાના મજુરોને અથવા અન્ય મુસાફરોને એકીસાથે વધુ મુસાફર હોય અને બસ સ્ટેશન સિવાયના સ્થળેથી સીધા જ પંચમહાલ તરફ જવું હોય તે ગ્રુપના એક વ્યક્તિ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરને 4 દિવસ પહેલા રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
આના પ્રકારના નિર્ણયથી પ્રવાસીઓ અનુસાર અલગ બસ ફાળવવામાં સરળતા રહેશે. મોરબી ડેપો દીપાવલીના પર્વને ધ્યાને લઈને એક્સ્ટ્રા બસો દોડાવશે. જેથી દિવાળીના ટ્રાફિકને પહોંચી વળાય તેમજ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોની સરળતા ખાતર અલગ બસોની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરાયું છે.