Site icon Revoi.in

લોકોની વધી શકે છે મુશ્કેલી, કોરોના વાયરસ પછી હવે ઝીકા વાયરસનું જોખમ

Social Share

કોરોનાવાયરસની મહામારી એવી રીતે આવી છે કે જે જવાનું નામ નથી લેતી. હજુ પણ લોકોમાં કોરોનાવાયરસનો ડર અને સંક્રમણનું જોખમ જોવા મળે છે. ત્યારે હવે ઝીકાવાયરસનું જોખમ પણ સામે આવી રહ્યું છે.

ભારતના દક્ષિણ રાજ્યમાં એટલે કે કેરળમાં ઝીકા વાયરસનો પહેલો મામલો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે સાથે 13 અન્ય લોકોમાં ઝીકા વાયરસનું સંક્રમણ થયું હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

જાણકારો અનુસાર જો વાત કરવામાં આવે ઝીકા વાયરસના સંક્રમણ વિશે તો આ વાયરસ ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાની જેમ મચ્છરોથી ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે વધુ સક્રિય રહે છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે કારણ કે સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડ્યા બાદ આ મચ્છર અન્ય વ્યક્તિને કરડવાથી ઝીકા વાયરસ ફેલાઈ શકે છે.

જાણકારો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે મચ્છરનો એક પ્રકાર એડીઝ મચ્છરના કરડવાથી આ વાયરસ મનુષ્યમાં ફેલાય છે. આ મચ્છર દિવસે વધુ સક્રિય હોય છે. ગર્ભવતી મહિલાઓ પર આ વાયરસનું વધુ જોખમ છે. ઝીકા વાયરસથી માઈક્રોકેફેલી બીમારી થાય છે જેના કારણે બાળક નાના આકાર સાથે જન્મે છે અને તેના મગજનો યોગ્ય વિકાસ થતો નથી. જેના કારણે ગ્યૂલેન-બૈરે સિન્ડ્રોમ શરીરની તંત્રિકા તંત્ર પર હુમલો કરે છે જેના કારણે શારીરિક સમસ્યા સર્જાઈ શકે છે.

ઝીકા વાયરસના લક્ષણ પણ એવા છે કે જેમાં સંક્રમિત થનાર વ્યક્તિને તાવ, સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, માથામાં દુખાવો અને આંખો લાલ થઈ જવી. ઝીકા વાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સીનનું સંશોધન કરવામાં આવ્યું નથી.

ઝીકા વાયરસથી બચવાના ઉપાયો એવા છે કે મચ્છરો ના કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ. શરીર ઢંકાયેલું રહે તેવા કપડા પહેરો. ખુલ્લામાં સૂવું નહીં અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવું. તાવ, ગળામાં ખરાશ, સાંધાનો દુખાવો, આંખ લાલ થઈ જવી. આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. આ પરિસ્થિતિમાં આરામ કરવો અને લિક્વિડ પદાર્થોનું વધુ સેવન કરવું.

જો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ અથવા સૂચન જરૂરી લેવા જોઈએ. કોઈપણ વ્યક્તિએ જાણકારી કે સલાહ સુચન લીધા વગર કોઈ પ્રકારનું સાહસ જાતે કરવુ જોઈએ નહી.