અમદાવાદની જનતાને મળશે દિવાળી ભેટઃ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોટ રેસ્ટોરન્ટ શરૂ થશે
અમદાવાદઃ શહેરના મધ્યપમાંથી પસાર થતી સાબરમતી નદીની સુંદરતામાં વધારો કરીને મનપા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેરીજનોના મનોરંજન માટે વિવિધ રાઈડર્સ પણ શરૂ કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, સી-પ્લેનમાં ટેકનીક ખામી સર્જાઈ હોવાથી લાંબા સમયથી બંધ છે.
દરમિયાન એએમસી દ્વારા શહેરીજનોને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વધારે એક સુવિધા શરૂ કરવાનું આયોજન કરાયું છે. દિવાળી પહેલા યોટ રેસ્ટોરન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી નદીમાં શરૂ થનારી યોટ સેવામાં એક સાથે 13 લોકો મુસાફરીનો આનંદ લઈ શકશે. એટલું જ નહીં ગેસ, ફ્રિઝ અને બેડની પણ સુવિધા પ્રવાસીઓને મળશે. આગામી દિવસોમાં આ યાટનું પેકેજ પણ જાહેર કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર સાઈકલિંગથી માંડીને અવનવી રાઈડ પણ ઉપલબ્ધ છે.
અગાઉ રિવરફ્રન્ટ ખાતે એકવા સાઈકલ, એકવા રોલર, કિડ્સ બોટ, જેટસ્કી અને ઝોર્બિંગ બોલ રિવર ક્રૂઝ સહિતની વોટર રાઈડ શરૂ કરવામાં આવી હતી. હવે આ જ પગલે એક નવી બોટનો પણ સમાવેશ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વીકએન્ડ અને જાહેર રજાના દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો રજાનો આનંદ માણવા સાબરમતી રિવફ્રન્ટ જાય છે. એટલું જ નહીં વિવિધ રાઈટર્સનો પણ આનંદ માણે છે. આમ શહેરીજનો અને અમદાવાદ શહેરની આસપાસ આવેલા વિસ્તારના લોકો માટે ફરવાના એક સ્થળ તરીકે જાણીતુ બન્યું છે.
(Photo-File)