અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. આ વરસાદ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટીના ભાગને લીધે વરસાદ પડશે. જે અનુસાર 5 જૂને વલસાડ,નવસારી,ડાંગ,તાપી,દમણ દાદરા-નગર હવેલી,દાહોદ અને 6 જૂને દાહોદ,છોટા ઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ અને નવસારીમાં વરસાદ પડવાની શક્યતા છે. 7 જૂને દાહોદ,છોટા ઉદેપુર,વલસાડ, તાપી,નર્મદા અને 8 જૂને ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર ,આંણદ,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગ,નવસારી અને વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત 9 થી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ ,જુનાગઢ,અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર,બોટાદ,સાબરકાંઠા,મહેસાણા,ગાંધીનગર,અરવલ્લી, અમદાવાદ,ખેડા,મહીસાગર,આણંદ,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,વલસાડ અને નવસારીમાં વરસાદ પડવાની શક્યતા છે.